મોરબીમાં બીમારી સબબ સારવારમાં રહેલા યુવાનનું હૃદય બંધ થઈ જતા મોત
મોરબીના મોડપર ગામ પાસે ટવેરા પલટી જતા ચાર મહિલા સહિત નવને ઈજા
SHARE







મોરબીના પીપળીયા ચાર રસ્તા થી મોડપર તરફ જવાના રસ્તા ઉપર થી ટવેરા ગાડી રાત્રિના સમયે પસાર થઈ હતી ત્યારે કોઈ કારણસર ટવેરા ગાડી પલટી મારી ગઈ હતી જેથી કરીને ચાર મહિલા સહિત નવ લોકોને ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકા ની પીપળીયા ચોકડી થી મોડપર તરફ જવાના રસ્તા ઉપરથી ટવેરા ગાડી અને રાત્રિના સમયે પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર ટવેરા ગાડી પલટી મારી ગઇ હતી જેથી કરીને અકસ્માત નો બનાવ બન્યો હતો જે બનાવમાં અર્પિતા પંકજભાઈ બદ્રા (28), કેસરબેન કરમશીભાઈ બદ્રા (70), પ્રભાબેન ભરતભાઈ બદ્રા (42), વનીતાબેન સતિષભાઈ ગજરા (45), સતિષભાઈ કરમશીભાઈ ગજરા (43), મેહુલ વિઠ્ઠલભાઈ ગોંડલીયા (24) કરમશી ખીમજીભાઈ બદ્રા (50) ભરત રામજીભાઈ બદ્રા (50), અને પંકજ ભરતભાઈ ભાનુશાળી (31) રહે બધા જામનગર વાળાઓને ઈજા થઇ હોવાથી ઇજા થતા તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધો તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના જીલુભાઇ ગોગરા ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબીના ઘુટું ગામે રહેતા મહેશભાઈ રામભાઈ વેકરીયા (43) બાઈક ઉપર મકનસર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઈક માંથી પડી જતા તેઓને ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આવી જ રીતે હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા દશરથભાઈ ગોવિંદભાઈ નંદેસરિયા (55) બાઈકમાં પાછળના ભાગે બેસીને ગામમાં આવેલ પાણીના ટાંકા પાસેથી પસાર થતા હતા ત્યારે અકસ્માતમાં તેઓને ઈજા થઈ હોય સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે
