સંભવિત યુદ્ધના ભણકારા: મોરબીમાં કાલે મોકડ્રીલ અને રાત્રિના અડધો કલાક બ્લેક આઉટનું આયોજન કરાયું
મોરબી જીલ્લામાં કમોસમી વરસાદથી માળીયા (મી)માં આવેલ મીઠા ઉદ્યોગને મોટું નુકષાનળ વીજ પોલ પણ તૂટી પડ્યા
SHARE







મોરબી જીલ્લામાં કમોસમી વરસાદથી માળીયા (મી)માં આવેલ મીઠા ઉદ્યોગને મોટું નુકષાનળ વીજ પોલ પણ તૂટી પડ્યા
મોરબી જિલ્લામાં સોમવારે પડેલા કમોસમી વરસાદના કારણે જુદી જુદી જગ્યાએ નાના મોટી નુકસાની થાય છે ત્યારે જો વાત મોરબીના મીઠા ઉદ્યોગની કરીઓ તો હાલમાં મીઠા ઉદ્યોગમાં તૈયાર પાક હતો તેના ઉપર મીઠું પાણી પડવાના કારણે મીઠાના ઉદ્યોગને નુકસાન થયું છે તેમજ મીઠાના અગરમાં ઊભા કરવામાં આવેલ વીજ પોલ ઘણી જગ્યાએ તૂટી પડ્યા છે જેથી વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયેલ છે.
મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં મીઠાના અગરો આવેલા છે અને મીઠાના અગરમાં મીઠાની હાલમાં સિઝન ચાલી રહી છે તેવામાં કમોસમી વરસાદ પડવાના કારણે મીઠાના અગરોમાં તૈયાર મીઠાના પાક ઉપર આકાશમાંથી મીઠું પાણી પડ્યું છે જેથી મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે આ બાબતે મોરબી સોલ્ટ એસો.ના પ્રમુખ દિલુભા જાડેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, માળિયા તાલુકાના બગસરા, જાજાસર, ભાવપર, સૂરજબારીમ હરીપર સહિતના વિસ્તારોમાં મીઠા ઉદ્યોગમાં કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે અને મીઠાના અગરમાં વરસાદનું પાણી ભરાવાના કારણે મીઠાના તૈયાર પાકને નુકસાન થયું છે. જો કે, કેટલું નુકસાન થયું છે તે હાલમાં કહી શકાય નહીં. અને મીઠાના અગરોમાં ઊભા કરવામાં આવેલા વીજ પોલમાંથી ઘણા વીજ પોલ તૂટી પડ્યા છે જેથી કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયેલ છે. અને વીજ કંપનીના અધિકારીના કહેવા મુજબ માળીયાના હરિપરની આસપાસમાં 10 જેટલા વીજ પોલ તૂટી પડ્યા છે. જેને રીપેર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને અન્ય કોઈપણ જગ્યાએ વીજ પોલ કે વીજ વાયર તૂટી ગયા હશે તો તેને પણ ઝડપથી રિપેર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે.
