મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

સંભવિત યુદ્ધના ભણકારા: મોરબીમાં કાલે મોકડ્રીલ અને રાત્રિના અડધો કલાક બ્લેક આઉટનું આયોજન કરાયું


SHARE













સંભવિત યુદ્ધના ભણકારા: મોરબીમાં કાલે મોકડ્રીલ અને રાત્રિના અડધો કલાક બ્લેક આઉટનું આયોજન કરાયું

આવતીકાલે દેશના જુદા જુદા રાજ્યો અને જિલ્લાઓમાં સંભવિત યુદ્ધને ધ્યાને લઈને મોકડ્રીલ યોજાવાની છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં મોટો દરિયાઈ વિસ્તાર લાગુ પડે છે અને ખાસ કરીને પાકિસ્તાનથી કચ્છ પછી તુરતજ મોરબી જિલ્લો આવે છે જેથી મોરબીમાં કાલે બપોરે 4:00 વાગ્યે જિલ્લાના કોઈ એક વિસ્તારમાં મોકડ્રીલ યોજાવાની છે ત્યારબાદ રાત્રિના પોણા આઠથી સવા આઠ વાગ્યા સુધી બ્લેક આઉટ રહેશે જેમાં મોરબી જિલ્લાના નગરજનોને સહકાર આપવા માટે કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે.

પહેલગામમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલાબાદ પાકિસ્તાન સાથેની સ્થિતિ તંગ બની છે અને ગમે ત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થાય તેવા ભણકારાઓ વાગી રહ્યા છે દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા આવતીકાલ તા 7/5/25 ના રોજ દેશના જુદા જુદા રાજ્યો અને જિલ્લાઓમાં મોકડ્રીલ યોજવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે જિલ્લાઓને મોકડ્રીલ માટે પસંદ કરવામાં આવ્યા છે તેમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ થાય છે જેથી કાલે યોજનાર મોકડ્રીલને લઈને આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેકટર કે.બી. ઝવેરીની પત્રકાર પરિષદ યોજાઇ હતી

જેમાં કલેકટરે જણાવ્યું હતું કે, સંભવિત યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મોકડ્રીલ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં કાલે બપોરે ચારેક વાગ્યાના અરસામાં કોઈ એક જગ્યા ઉપર યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથોસાથ રાત્રિના પોણા આઠથી સવા આઠ વાગ્યાના સમયગાળા સુધી બ્લેક આઉટ (અંધારપટ) રાખવામાં આવશે જેમાં મોરબી જિલ્લાના તમામ નગરજનોએ પોતાના તમામ ઇલેક્ટ્રીક ઉપકરણો બંધ રાખીને સમગ્ર જિલ્લાની અંદર અંધારપટ રહે તે માટે સહકાર આપે તેવી કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી છે.

વધુ તેઓએ કહ્યું હતું કે, જિલ્લા લોકોએ કોઈ પણ પ્રકારની અફવાઓમાં આવવાના બદલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે અથવા તો કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી જે માર્ગદર્શન અને સૂચના આપવામાં આવે તેને ધ્યાને લેવી અને જિલ્લાના દરેક લોકો મોકડ્રીલ અને બ્લેક આઉટમાં સહકાર આપે તેવી કલેકટરે દ્વારા અપીલ કરવામાં આવેલ છે. ખાસ કરીને મોરબી જિલ્લો પાકિસ્તાનથી નજીક આવેલ છે અને મોરબી જિલ્લામાં મોટો દરિયાઈ વિસ્તાર પણ આવેલ છે આટલું નહીં પરંતુ જામનગર થી કચ્છ તરફ જવા માટેનો કોસ્ટલ હાઇવે પણ મોરબી જિલ્લામાંથી પસાર થાય છે ત્યારે આ જિલ્લો પણ સંવેદનશીલ ગણાય જેથી મોરબીના લોકો  સંભવિત યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રને સહકાર આપે તે જરૂરી છે.




Latest News