મોરબી જીલ્લામાં કમોસમી વરસાદથી માળીયા (મી)માં આવેલ મીઠા ઉદ્યોગને મોટું નુકષાનળ વીજ પોલ પણ તૂટી પડ્યા
મોરબી જિલ્લાનો મૂળ રહેવાસી યજ્ઞ વિમલકુમાર સરડવા ધો. 12 સાયન્સમાં બોર્ડ ફર્સ્ટ
SHARE







મોરબી જિલ્લાનો મૂળ રહેવાસી યજ્ઞ વિમલકુમાર સરડવા ધો. 12 સાયન્સમાં બોર્ડ ફર્સ્ટ
મોરબી જિલ્લાના મૂળ રહેવાસી સરડવા પરિવારનો દીકરો યજ્ઞ વિમલકુમાર સરડવા રાજકોટની મોદી સ્કૂલમાં ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો અને તે 99.99 પર્સન્ટાઈલ મેળવી બોર્ડ ફર્સ્ટ આવ્યો છે. નાનપણથી અત્યાર સુધી ગુજરાતી માધ્યમમાં શિક્ષણ મેળવતો આ વિદ્યાર્થી માતૃભાષાને સમર્પિત છે. આ વિદ્યાર્થીના દાદા ગુજરાતી વિષયના અધ્યાપક હતા અને તેમના પિતા તબીબ છે અને આ વિદ્યાર્થીને કમ્પ્યુટર સાયન્સ ઇજનેર બનવાનું સ્વપ્ન છે.
યજ્ઞ વિમલકુમાર સરડવા પહેલા ધોરણથી અત્યારે 12માં ધોરણ સુધી માતૃભાષા ગુજરાતીમાં જ શિક્ષણ મેળવ્યું છે. સમગ્ર પરિવાર માતૃભાષામાં (ગુજરાતી માધ્યમ) શિક્ષણનો ચાહક અને હિમાયતી છે. અત્યાર સુધી યજ્ઞને ભાષાના કારણે ક્યારેય અગવડતા કે તકલીફ નથી પડી. ધોરણ 10 સુધી બાલાજી હોલ પાસે કે. જી. ધોળકિયા સ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં શિક્ષણ મેળવી ધો. 10માં ગુજરાત બોર્ડ પ્રથમ 99.99 PR સાથે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. બાદમાં ધોરણ 11 અને 12 પી. વી. મોદી સ્કુલમા અભ્યાસ કરી હાલમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષા ગુજરાતી માધ્યમમાં આપી 99.99 PR સાથે ગુજરાત પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.
JEE મેઈન પરીક્ષામાં 99.97 PR સાથે ગુજરાતી માધ્યમમાં પ્રથમ
આ સાથે છેલ્લા 2 વર્ષથી JEE મેઇન અને એડવાન્સની તૈયારી અંગ્રેજી માધ્યમમાં સ્કૂલ દ્વારા અને જાતે કરી. કોઇ કોચિંગ ક્લાસ ગયેલ નથી. જાન્યુઆરી અને એપ્રિલ 2025 મા લેવાયેલ JEE મેઈન પરીક્ષામાં 99.97 PR સાથે સમગ્ર ગુજરાતમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓમાં પ્રથમ અને All india rank 534 પ્રાપ્ત કરેલ છે. યજ્ઞ ધો.10, ધો. 12 અને JEE Mains ત્રણે પરીક્ષા ગુજરાતી માધ્યમમાં ગુજરાત પ્રથમ ઉતીર્ણ થયેલ છે.
યજ્ઞના પરિવારજનો છે ગુજરાતી ભાષા પ્રેમી
યજ્ઞના દાદા બાલુભાઇ સરડવા પહેલા મોરબી તાલુકાનાં વનાળિયા ગામની સરકારી શાળામાં આચાર્ય હતા ત્યાર બાદ મોરબીની મહિલા કૉલેજમાં ગુજરાતી વિષયના (Ph.D) પ્રાધ્યાપક બન્યા હતા અને હાલમાં તે નિવૃત છે. તેના પિતા ડૉ. વિમલભાઇ (ડી. એમ. ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ) અને માતા ધર્મિષ્ઠાબેન (D. Pharm.) બંને 12 સુધી ગુજરાતી માધ્યમમાં ભણેલા અને હાલમાં નાની બેન ઋચા પણ ધો. 6માં ગુજરાતી માધ્યમમા અભ્યાસ કરે છે. પિતા ડૉ. વિમલે 12 ધોરણ સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરી મેડિકલ ક્ષેત્રમા DM ગેસ્ટ્રો સુપર-સ્પેશિયાલિટી સુધીનો અભ્યાસ કરી હાલમાં રાજકોટમા કાર્યરત છે. ઉલેખનીય છેકે, યજ્ઞના પિતા ડૉ. વિમલ ગુજરાતી માધ્યમમાં 1994 મા ધો. 10માં ગુજરાત બોર્ડ 9માં અને 1996માં ધો. 12માં ગુજરાત બોર્ડ 7માં ક્રમે સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ.
