હળવદ તાલુકામાથી છેતરપિંડી કરીને જમ્મુમાં વેચી નાખેલા વધુ બે જેસીબીને પોલીસે કબજે કર્યા
Morbi Today
હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી મહિલાનું મોત
SHARE









હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી મહિલાનું મોત
હળવદ તાલુકાનાં કોયબા પાસે નર્મદા કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃદદેહને પીએમ માટે ખસેડાયો હતો અને મૃતક મહિલાની ઓળખ માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને આ મૃતક મહિલા શક્તિનગરમાં રહેતી શ્રમિક મહિલા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
હળવદ તાલુકાના કોયબા ગામના પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં શક્તિનગર ગામના વજાભાઈની વાડીએ ખેતમજૂરી કરતાં વણજારીબેન ભુરજીભાઈ (ઉ.૫૫)ની લાશ મળી આવી હતી જેથી પોલીસે તેના મૃતદેહને પીએમમાં ખસેડયો હતો અને આ મહિલા કેનાલના કેનાલ કાઠે કપડાં ધોવા માટે ગયા હતા ત્યારે કેનાલમાં ડૂબી જવાથી તેનું મોત નીપજયું હતું .
