મોરબીની પી.જી.પટેલ કોલેજનાં આચાર્ય દ્વારા લોકોન ચહેરા ઉપર સ્મિત લાવવા શરૂ કરાયું અભિયાન
હળવદ તાલુકામાથી છેતરપિંડી કરીને જમ્મુમાં વેચી નાખેલા વધુ બે જેસીબીને પોલીસે કબજે કર્યા
SHARE
હળવદ તાલુકામાથી છેતરપિંડી કરીને જમ્મુમાં વેચી નાખેલા વધુ બે જેસીબીને પોલીસે કબજે કર્યા
મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં ઢવાણા ગામે રહેતા યુવાન અને અન્ય એક વ્યક્તિ પાસેથી જેસીબી મશીન વધુ ભાડું આપવાની લાલચ આપીને અમદાવાદ અને કચ્છના ત્રણ શખ્સો અગાઉ લઈ ગયા હતા અને ત્યાર બાદ આ મશીનોને જમ્મુમાં વેચી નાખવામાં આવ્યા હતા જેથી વિશ્વાસપાત અને છેતરપીંડીની ફરિયાદ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જેના આધારે પોલીસે હાલમાં વધુ બે જેસીબી મશીને જમ્મુમાથી કબજે કર્યા છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં ઢવાણા ગામે રહેતા બેચરભાઇ વેલાભાઇ મુંધવા (ઉવ ૨૪)એ અગાઉ શોહેબ રહે અમદાવાદ, મહમદઇલીયાસ એમ. શેખ રહે શાહપુર બેલદરવાડ, અમદાવાદ અને રવિ રતનસિંહભાઇ સોલંકી રહે પ્લોટ ને ૨૦૧ બી, શીવપારા સોસાયટી મેધપુર તાલુકો અંજાર જિલ્લો કચ્છ વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જવાવ્યું છે કે, તા ૭/૭/૨૦ ના રોજ બપોરના અગીયાર વાગ્યાના અરસા થી તા ૧૩/૩/૨૧ સુધીમાં આરોપીઓએ ફરીયાદી તથા સાહેદો પાસેથી ૧૪ જેસીબી મશીન તથા બે હીટાચી મશીનનું વધુ ભાડાની લાલચ આપી સ્ટેમ્પ ઉપર નોટરી લખાણ કરીને લઈ ગયા હતા અને ત્યાર બાદ મશીનોને સગેવગે કરી નાખીને ફરિયાદી તેમજ સાહેદ સાથે છેતરપીંડી કરેલ હતી જેની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને અગાઉ આ ગુનામાં પોલીસે ૭ જેસીબી મશીને કબ્જે કરીને આરોપી મોહમ્મદ ઈલ્યાસ મહેબુબભાઇ સેખ રહે.શાહપુર અમદાવાદ વાળાની મુંબઈથી ધરપકડ કરી હતી આ ગુનામાં હાલમાં પોલીસે વધુ બે જેસીબી મશીનને જમ્મુથી કબજે કરેલ છે.