મોરબી પંથકની છ જેટલી ગ્રામ પંચાયતો મંજુર કરતાં મંત્રી બ્રિજેશ મેરજા
માળીયા(મી)ના વર્ષામેડી પાસે કોઝવેની જગ્યાએ ૩ કરોડના ખર્ચે પુલ બનશે
SHARE









માળીયા(મી)ના વર્ષામેડી પાસે કોઝવેની જગ્યાએ ૩ કરોડના ખર્ચે પુલ બનશે
માળીયા તાલુકાના વર્ષામેડી એપ્રોચ રોડ વચ્ચે આવતાં અને ડુબમાં જતાં કોઝવેની જગ્યાએ લોકોની સુખકારીને ધ્યાનમાં રાખીને ૩ કરોડના ખર્ચે કોઝવેની જગ્યાએ પુલની કામગીરી અહીના લોકલાડીલા ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાએ મંજુર કરવી છે જેથી કરીને લોકોની સુખકારીમાં વધારો થશે.
રાજ્યના પંચાયત, શ્રમ અનેરોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અને માળીયા મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા માળીયા તાલુકાના વર્ષામેડી એપ્રોચ રોડ વચ્ચે આવતાં અને ડુબમાં જતાં કોઝવેની જગ્યાએ ૩ કરોડના ખર્ચે મેજર બ્રીજ બનાવવાની કામગીરી મંજુર કરાવવામાં આવેલ છે. આ પુલની કામગીરી થતાં ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો તથા પદાધિકારીઓ દ્વારા આ કામગીરીને આવકારવામાં આવી છે સાથોસાથ મંત્રી બ્રિજેશ મેરજાની પ્રસંશા કરતાં આભાર વ્યકત કરવામાં આવ્યો હતો તાજેતરમાં વવાણીયા-વર્ષામેડી રોડનું ખાતમુહૂત કરેલ છે તે રોડ પર વચ્ચે આવતાં કોઝવેની જગ્યાએ મેજર બ્રીજ મંજુર કરવામાં આવતાં આ રોડ પર આવતાં બગસરા, ચમનપર, વવાણીયા, લક્ષ્મીવાસના વાહન ચાલકોને નવલખી બંદરે આવવા-જવામાં ખૂબ જ ઉપયોગી પૂરવાર થશે.
