માળીયા(મી)ના વર્ષામેડી પાસે કોઝવેની જગ્યાએ ૩ કરોડના ખર્ચે પુલ બનશે
મોરબીના રામકૃષ્ણનગરમાં સ્વ. ઉમેદસિંહ ઝાલાની સ્મૃતિમાં કાલે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
SHARE









મોરબીના રામકૃષ્ણનગરમાં સ્વ. ઉમેદભાઇ ઝાલાની સ્મૃતિમાં કાલે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણ પાસે આવેલ નવી પોસ્ટ ઓફિસની બાજુમાં કાલે સ્વ.ઉમેદસિંહ ઝાલાની સ્મૃતિમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મહામૂલી માનવ જિંદગીને બચાવવા માટે યુવાનો સહિતના લોકો દ્વારા રકતદાન કરવામાં આવશે.
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા સ્વ.ઉમેદસિંહ મનુભા ઝાલા કે જેમણે લોકોની સમસ્યાઓ ઉકેલાય અને સુવિધામાં વધારો થાય તેના માટે અગાઉ કામ કર્યું હતું તેઓ નાનાભાઈ લાલુભા મનુભા ઝાલા સહિતની ટિમ દ્વારા ૐ સાઈ શક્તિ ગ્રૂપ અને ગજ કેશરી ફાઉન્ડેશનના નેજા હેઠળ રામકૃષ્ણ પાસે આવેલ નવી પોસ્ટ ઓફિસની બાજુમાં કાલે તા ૨૮ ના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને આ કેમ્પને સફળ બનાવવા માટે લાલુભા મનુભા ઝાલા, દેવેન્દ્રસિંહ રાજભા જાડેજા અને પ્રવીણસિંહ બી.ઝાલા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
