મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની જુદીજુદી બે રેડ: 22 બોટલ દારૂ ઝડપાયો, એક આરોપીની ધરપકડ, બેની શોધખોળ


SHARE









મોરબીમાં દારૂની જુદીજુદી બે રેડ: 22 બોટલ દારૂ ઝડપાયો, એક આરોપીની ધરપકડ, બેની શોધખોળ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નળિયાના કારખાના સામે ઓરડીમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની 18 બોટલ મળી હતી અને શનાળા રોડે મોમ્સ હોટલની પાસેના ભાગમાંથી પસાર થઈ રહેલા શખ્સને ચેક કરતાં તેની પાસેથી દારૂની 4 બોટલ મળી આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દારૂના બે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ભારત નળિયાના કારખાની સામેની ઓરડીમાં રહેતા મનહરભાઈ વઢેકિયાની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 18 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 5,400 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી જોકે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી મનહરભાઈ ગોપાલભાઈ વઢેકિયા ઓરડીએ હાજર ન હતો જેથી તેની સામે એ ડિવિઝનમાં ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. આવી જ રીતે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ મોમ્સ હોટલની પાછળના ભાગમાં માંગરની વાડી વાળા રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની 4 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1,200 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી મનસુખભાઈ પરસોત્તમભાઈ મકવાણા (25) રહે. સનાળા રોડ મોમ્સ હોટલની પાછળ માંગરની વાડી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે લાલજીભાઈ રમેશભાઈ કંઝારીયા રહે. વજેપર શેરી નં- 16 મોરબી વાળા પાસેથી લાવ્યો હોવાની માહિતી સામે આવતા પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News