મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન-પ્રાથમિક શિક્ષણાધિકારીનું શૈક્ષિક મહાસંઘ દ્વારા કરાયું સન્માન
SHARE







મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન-પ્રાથમિક શિક્ષણાધિકારીનું શૈક્ષિક મહાસંઘ દ્વારા કરાયું સન્માન
મોરબી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હેઠળ મોરબી, માળીયા, ટંકારા, વાંકાનેર અને હળવદ વગેરે પાંચ તાલુકાની 585 શાળાઓમાં 3400 જેટલા શિક્ષકોના પ્રાણ પ્રશ્નો માટે, નેવું હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે સતત કાર્યરત, સતત ચિંતન,મનન અને મંથન જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ.મહેતા દ્વારા કરવામાં આવે છે. ત્યારે ઉત્કૃષ્ઠ કામગીરી કરતાં ચેરમેનના પ્રતિનિધિ તરીકે તેઓના પતિ નથુભાઈ કડીવાર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ.મહેતા નું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પુસ્તક અર્પણ કરી સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.
