મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન-પ્રાથમિક શિક્ષણાધિકારીનું શૈક્ષિક મહાસંઘ દ્વારા કરાયું સન્માન
મોરબી જિલ્લા મિશન નવ ભારતના મહામંત્રીના જન્મ દિવસ નિમિતે યુદ્ધની સ્થિતિને ધ્યાને રાખીને રક્તદાન કેમ્પ યોજાયો
SHARE







મોરબી જિલ્લા મિશન નવ ભારતના મહામંત્રીના જન્મ દિવસ નિમિતે યુદ્ધની સ્થિતિને ધ્યાને રાખીને રક્તદાન કેમ્પ યોજાયો
મોરબી જિલ્લા મિશન નવ ભારતના જિલ્લાના મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુકલના જન્મ દિવસ નિમિતે મોરબીના શનાળા રોડે આવેલ સંસ્કારધામ ઈમેજિન સેન્ટર ખાતે યુધ્ધની પરિસ્થિતિને ધ્યાને રાખીને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશિપભાઇ કૈલા, મહામંત્રી ભાવેશભાઈ કાંઝારીયા તેમજ ભૂપતભાઇ જારીયા, મોરબી જિલ્લા મિશન નવ ભારતના પ્રમુખ રામભાઈ જીલરીયા, મિશન નવ ભારત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર, ગુજરાત યુવા પ્રદેશ પ્રમુખ પ્રથમભાઈ કાંતિભાઈ અમૃતિયા, સ્મિતભાઈ દેસાઇ અને મહેશભાઇ કટેશિયા સહિતના હોદેદારો તેમજ ભાજપના આગેવાનો, હોદેદારો અને મોરબી પાલિકના માજી સભ્યો સહિતના લોકો હાજર રહ્યા હતા અને આ કેમ્પમાં કુલ મળીને 125 રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.આ તકે મોરબી શહેર ભાજપ મહામંત્રી ભુપતભાઈ જારીયાએ તેમના પુત્ર સાથે રક્તદાન કર્યું હતું.
