મોરબીનીકોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં બે આરોપીને એક-એક વર્ષની સજા: બમણી રકમનો દંડ
SHARE










મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં બે આરોપીને એક-એક વર્ષની સજા: બમણી રકમનો દંડ
મોરબીની કોર્ટમાં ચેક રીટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં બે આરોપીને કોર્ટે એક-એક વર્ષની સજા તેમજ ચેકની રકમની બમણી રકમનો દંડ કર્યો છે. તેમજ ફરિયાદીએ કેસ દાખલ કર્યો ત્યાંથી લઈને ચુકવણી તારીખ સુધીનું 9 ટકા વ્યાજ સાથે રકમ આપવા માટે કોર્ટે હુકમ કર્યો છે.
આ કેસની વકીલ પાસેથી મળેલ વિગત મુજબ ફરીયાદી મનીષભાઇ કેશવજીભાઇ હરણીયાએ આરોપી ડેલ્ટા પ્રોજેક્ટના ભાગીદાર આનંદ કણસાગરા અને સુમીત કરશનભાઇ ભીમાણી રહે. બંને રાજકોટ વાળાની સામે મોરબીની કોર્ટમાં ફોજદારી કેસ નં. 7263/2022 થી ચેક રીટર્નની ફરીયાદ કરી હતી જે મોરબીના ત્રીજા એડી.ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ ડી.કે.ચંદનાની સાહેબની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો જેમાં ફરીયાદીના એડવોકેટ ગૌતમ વરીયાએ કરેલ ધારદાર દલીલને ધ્યાને લઈને નેગોશીએબલના કાયદાની જોગવાઇઓના આધારે ત્રીજા એડી.ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ ડી.કે.ચંદના સાહેબે આરોપી ડેલ્ટા પ્રોજેક્ટના ભાગીદાર આરોપી આનંદ કણસાગરા અને સુમીત કરશનભાઇ ભીમાણીને તકસીરવાન ઠરાવી બંને આરોપીને એક એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂપીયા 3,00,000 ના ડબલ 6,00,000 રૂપીયાનો દંડ તથા તે દંડની રકમમાથી ફરીયાદીને ચેકની રકમ ફરીયાદ દાખલ કર્યા તારીખથી ચુકવણી તારીખ સુધીનું 9 ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવા હુકમ ફરમાવેલ છે. વધુમાં વકીલે માહિતી આપતા જણાવ્યુ હતું કે, આરોપ કોર્ટમાં હાજર રહેલ ન હોય તેની સામે સજા વોરંટ કાઢવાનો હુકમ કરવામાં આવેલ છે. આમ કોર્ટ સમક્ષ ચેક રીટર્નના કેસમાં આરોપી મુદતે હાજર રહેતા ના હોય અને કોર્ટમાં સમાધાન પુરસીસ આપી ફરી જતાં હોય તેવા આરોપીઓ માટે ચેતવણીરૂપ લાલબતી સમાન ચુકાદો આપેલ મોરબીની કોર્ટે આપેલ છે અને આ કેસમાં ફરિયાદી તરફે વકીલ તરીકે ગૌતમભાઈ વરીયા તથા બી.કે.ભટ્ટ રોકાયેલ હતા

