મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી પી.જી.પટેલ કોલેજના વિધાર્થીએ બરોડા ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ ૩.૦ માં કાસ્યચંદ્રક જીત્યો


SHARE









મોરબી પી.જી.પટેલ કોલેજના વિધાર્થીએ બરોડા ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ ૩.૦ માં કાસ્યચંદ્રક જીત્યો
શિક્ષણની સાથે રમત-ગમત ક્ષેત્રે પણ મોખરે રહેતી મોરબીની પી.જી.પટેલ કોલેજના વિધાર્થી રૂપાલા વાસુ રમેશભાઈએ બરોડા ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ માં ઓપન એજ મેન્સ કેટગરીમાં ૦.૨૨ રેપીડ ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં કાસ્ય ચંદ્રક જીતીને પોતાના પરીવાર, પી.જી.પટેલ કોલેજ અને સમગ્ર મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છેકે પી.જી.પટેલ કોલેજના વિધાર્થી રૂપાલા વાસુ રમેશભાઈ થોડા સમય પહેલા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી આયોજિત આંતર કોલેજ ઓપન એર પિસ્તોલ ૧૦ મીટર સ્પર્ધામાં પણ યુનિવર્સીટી કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.વિધાર્થીની આ અદકેરી સફળતા માટે પી.જી.પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.રૂપાલા વાસુ લાયન્સ કલબના પૂર્વ ગવર્નર તરીકે સેવારત રહી ચુકેલા રમેશભાઈ રૂપાલાના પુત્ર છે.




Latest News