મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા શ્રમજીવી વિસ્તારોમાં મેડિકલ કેમ્પ યોજાયો
SHARE







મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા શ્રમજીવી વિસ્તારોમાં મેડિકલ કેમ્પ યોજાયો
તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી લોકોના આરોગ્ય પર વિપરીત અસર થયેલ છે ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા જીવન રક્ષા અભિયાન અંતર્ગત શ્રમજીવી વિસ્તારોમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રમજીવી લોકોના સ્વાસ્થ્ય ચેક કરવામાં આવ્યા હતા અને મોરબી યંગ ઈન્ડિયા ગ્રૂપના જીવન રક્ષા અભિયાન અંતર્ગત ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં જઈને લોકોને ચેક કરીને મેડિકલ સારવાર, દવાઓ અને મેડિકલ રિપોર્ટ કરી આપવામાં આવેલ છે. આ આરોગ્ય કેમ્પમા જીવન રક્ષા અભિયાન અંતર્ગત ૯૦૦ થી વધુ લોકોને સારવાર આપવામાં આવી હતી.
