હળવદના નવા સુંદરગઢ ગામે રહેતા યુવાને પ્રેમલગ્ન કરતાં યુવતીના કાકા સહિતના ચાર શખ્સોએ યુવાનના ભાઇનું અપહરણ કરીને મારમાર્યો હળવદની સરા ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 21 અબોલજીવ ભરેલ ટેમ્પાને ગૌરક્ષકોએ પકડ્યો: ગુનો નોંધાયો હળવદની વડનગર સોસાયટીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા: ઘરધણીની શોધખોળ મોરબી શહેર-તાલુકામાં દારૂની 3 રેડ: 76 બોટલ દારૂ કબ્જે, બે આરોપી પકડાયા, એકની શોધખોળ વાંકાનેરના રંગપર પાસે કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતાં યુવાનનું મોત મોરબી નજીક સીરામીક કારખાનાના કવાર્ટરમાં યુવાને જીવન ટુકાવ્યું મોરબી સિવિલમાં સગર્ભાએ નોર્મલ ડિલિવરીથી બાળકને જન્મ આપ્યા બાદ મહિલાનું સારવારમાં મોત ક્રિકેટના સટ્ટામાં ફસાવ્યો: મોરબીના ખેવારિયા ગામના યુવાન પાસેથી ત્રણ લાખ રૂપિયા પડાવવા માટે કર્યું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામ નજીક ભારે વાહને સ્કૂટરને હડફેટે લેતા કચડાઇ જવાથી પીએસઆઇ બી.આર. જાડેજાનું મોત


SHARE



















મોરબી જિલ્લાના હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવતા પી.એસ.આઇ. પોતાનુ સ્કૂટર લઈને ફરજ ઉપરથી પરત પોતાના ઘરે આવી રહ્યા હતા દરમિયાન જાંબુડીયા ગામ પાસે ઓવરબ્રિજ નજીક ભારે વાહનના ચાલકે તેઓના સ્કૂટરને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ભારે વાહનના તોતિંગ વ્હીલ નીચે કચડાઈ જવાના કારણે પીએસઆઇ નું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવેલ છે અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે અને અકસ્માત સર્જીને સ્થળ ઉપરથી નાસી છૂટેલા વાહન ચાલકને પકડવા માટે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળતી પ્રમાણે મૂળ ભુજના મોટા રૈયા ગામના રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લામાં હેડ ક્વાર્ટર ખાતે પીએસઆઇ તરીકે ફરજ બજાવતા અને તાલુકા પોલીસ લાઇનના કવાર્ટરમાં રહેતા બી.આર. જાડેજા એકટીવા સ્કૂટર લઈને મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના એકટીવાને ભારે વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ભારે વાહનના તોતિંગ વ્હીલ પીએસઆઇના શરીર ઉપરથી ફરી વળતા તેઓને ગંભીર ઈજા થઈ હતી અને ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું જોકે અકસ્માત પસર્જીને ભારે વાહનનો ચાલાક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી છુટેલ છે અને અકસ્માતના બનાવમાં મૃત્યુ પામેલ પીએસઆઇના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવવામાં આવેલ છે આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી અકસ્માત સર્જીને નાસી છૂટેલા વાહન ચાલકને પકડવા માટે તજવીજ હાથ ધરી છે અને આ બનાવની જાણ થતા ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા






Latest News