મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

વાંકાનેરના પ્રતાપગઢ નજીક પવનચક્કીમાં તોડફોડ કરીને 290 કિલો કોપર વાયરની ચોરી


SHARE









વાંકાનેરના પ્રતાપગઢ નજીક પવનચક્કીમાં તોડફોડ કરીને 290 કિલો કોપર વાયરની ચોરી

વાંકાનેરના પ્રતાપગઢ ગામની સીમમાં ભંગડાના તળાવ પાસે આવેલ આઈનોક્સ કંપનીની પીઆરટી-02 લોકેશનમાં આવેલ પવનચક્કીમાંથી કુલ મળીને 290 કિલો કોપર વાયર તથા અન્ય મુદ્દામાલ મળીને 65,000 ના માલની ચોરી કરેલ છે તથા પવનચક્કીમાં તોડફોડ કરીને નુકશાન કરેલ છે જેથી હાલમાં અજાણ્યા શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરી અને તોડફોડની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે રહેતા યાકુભાઈ મહમદભાઈ શેરસીયા (43)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, પ્રતાપગઢ ગામની સીમમાં ભંગડાના તળાવ પાસે આવેલ આઈનોક્સ કંપનીની પીઆરટી-02 લોકેશનમાં આવેલ પવનચક્કીમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યાં નકુચો તોડીને કન્વર્ટ કેબલમાંથી આશરે 250 કિલો કોપર બ્રાસ બાર તેમજ અર્થીંગનો કોપર કેબલ આશરે 110 મીટર અને અલગ અલગ સાઈઝના કોપર વાયર આમ કુલ મળીને 290 કિલો કોપર વાયર તથા આઇસોલેટર હેન્ડલ અને ટ્રાન્સફોર્મરની પાછળના ભાગમાં આવેલ કોપરની પટ્ટી મળીને 65,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરેલ છે. તથા પવનચક્કીની પેનલમાં તોડફોડ કરીને 5,000 રૂપિયાનું નુકસાન કર્યું છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News