મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં ઇનામી ડ્રોમાં સ્પ્લેન્ડર લાગ્યાનુ કહીને યુવાન સાથે 17,944 ની છેતરપિંડી


SHARE









મોરબીમાં ઇનામી ડ્રોમાં સ્પ્લેન્ડર લાગ્યાનુ કહીને યુવાન સાથે 17,944 ની છેતરપિંડી

મોરબીના યુવાનને તેના ફેસબુક આઇડી ઉપર શ્રી યદુનંદન ગૌ સેવા સમિતિના નામે લકી ઇનામી ડ્રો નામની જાહેરાત આવી હતી અને ત્યારબાદ તેનો મોબાઇલ નંબરથી સંપર્ક કરીને ઇનામી ડ્રો ટિકિટ લેતા તે યુવાનને ઇનામી ડ્રોમાં હીરો હોન્ડા સ્પ્લેન્ડર લાગેલ છે તેવું કહીને વીમા તથા જીએસટીના પૈસા ભરવા માટે 17,944 લઈ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ બાઇક આપવામાં આવ્યું ન હતું જેથી યુવાન સાથે છેતરપિંડી કરવામાં આવેલ હોય તે યુવાને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફેસબુક આઈડી, મોબાઈલ નંબર અને યુપીઆઈ આઈડીના ધારક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ વિસાવદર તાલુકાના મોટી મોણપરીના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયા પાસે અશોક લેલન વર્કશોપની ઓફિસમાં રહેતા અને કામ કરતા ઝલકભાઈ પરસોતમભાઈ રાખોલીયા (26)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ નંબર 9672461936 ના ધારક તથા યુપીઆઈ આઈડીના ધારક સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીના ફેસબુક આઇડીમાં શ્રી યદુનંદન ગૌ સેવા સમિતિના નામે લકી ઇનામી ડ્રો નામની જાહેરાત આવી હતી અને ત્યારબાદ મોબાઈલ નંબર ઉપરથી આરોપીનો સંપર્ક કરીને ફરિયાદીએ ઇનામી ડ્રોમાં ટિકિટ લીધી હતી અને ત્યારબાદ ફરિયાદી યુવાનને ઇનામી ડ્રોમાં હીરો હોન્ડા સ્પ્લેન્ડર લાગેલ છે તેવું કહીને અલગ અલગ વીમા માટે તથા જીએસટી ના પૈસા ભરવાના છે તેવું કહીને તેની પાસેથી 17,944 મેળવી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને બાઈક આપવામાં આવ્યો ન હતું તથા રૂપિયા પરત આપવામાં આવ્યા ન હતા જેથી યુવાને મોરબીમાં આવેલ શ્રી યદુનંદન ગૌશાળામાં સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આવી કોઈ ઇનામી ડ્રો ની ટિકિટો તેમના દ્વારા બહાર પાડવામાં આવેલ નથી જેથી ઈનામી ડ્રોની લાલચ આપીને યુવાન સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવતા ભોગ બનેલ યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News