હવે રો-મટીરીયલના સપ્લાયરો મેદાનમાં: મોરબીના સિરામિક કારખાનાઓમા ફસાયેલા નાણાં કઢાવવા માટે બાકીદારોની યાદી બનાવીને સીટને અપાશે મોરબી ઈન્ચાર્જ કલેક્ટર જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલનની બેઠક યોજાઈ મોરબીમાં સ્વ.જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિએ રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં વાવડી રોડે આવેલ પીએચસીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબી: આગામી ૨૧ થી ૨૫ જુલાઈ દરમિયાન ૩૫ ગામોમાં નાણાકીય સમાવેશ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાશે મોરબીમાં CONCOR નું નવા ગતિ-શક્તિ કાર્ગો ટર્મિનલ કાર્યરત થવા તૈયાર: સ્થાનિક ઉદ્યોગોકારો સાથે મિટિંગ યોજાઇ મોરબી ગાયત્રી પરીવાર દ્વારા ઉમા વિદ્યા સંકુલ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી ખાતે સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શાળાના 236 બાળકોને દાતાઓના સહયોગથી સ્કૂલબેગ અર્પણ
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે દુકાનમાંથી 1.267 કિલોગ્રામ ગાંજા સાથે વાંકાનેરના એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ


SHARE

















મોરબીના બંધુનગર પાસે દુકાનમાંથી 1.267 કિલોગ્રામ ગાંજા સાથે વાંકાનેરના એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ

મોરબીના બંધુનગર ગામની સીમમાં આવેલ કોમ્પ્લેક્સની દુકાનમાં એસઓજીની ટીમે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર દુકાનમાં રાખવામા આવેલ સેટીમાંથી 1.267 કિલોગ્રામ ગાંજો મળી આવેલ હતો જેથી કરીને પોલીસે ગાંજો, આઇફોન, વજન કાંટો અને રોકડા રૂપિયા સહિત કુલ મળીને 30,070 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને હાલમાં પોલીસે વાંકાનેરના એક શખ્સની દુકાનમાંથી ધરપકડ કરેલ છે અને માલ આપનાર તરીકે વાંકાનેરના એક શખ્સનું નામ સામે આવ્યું છે જે બંને સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી જિલ્લા એસઓજીની ટીમ પેટ્રોલિંગમા હતી ત્યારે પોલીસ કોન્સટેબલ કમલેશભાઈ ખાંભલિયાને બાતમી મળી હતી કે, મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામની સીમમાં વેરોના સિરામિક સામે આવેલ કોમ્પ્લેક્સની દુકાનમાં ગાંજાનું વેચાણ કરવામાં આવે છે જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વાંકાનેરના લક્ષ્મીપરામાં રહેતો અકિલ ઉર્ફે અલ્ફેજ અલીમામદ માણેકીયા ગાંજાના જથ્થા સાથે મળી આવ્યો હતો વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપીએ દુકાન ભાડે રાખેલ હતી અને તેની દુકાનમાં રાખવામા આવેલ સેટીમા ગાંજાને છુપાવેલ હતો જે ગાંજો કુલ વજન 1.267 કિલોગ્રામ અને તેની કિંમત 12,670 નો મુદામાલ કબજે કરેલ છે તેમજ આરોપીનો  આઈફોન, વજનકાટો અને રોકડા રૂપિયા 2100 આમ કુલ મળીને 30,070 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેને આ ગાંજનો જથ્થો વાંકાનેરના લક્ષ્મીપરામાં રહેતા જુનેદ માંડલિયા પાસેથી વેચાણ કરવા માટે ખરીદ્યો હોવાનું કબૂલ્યું છે. જેથી હાલમાં બંને સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News