મોરબી જિલ્લા ભાજપ દ્વારા સેનાના પરાક્રમને બિરદાવવા માટે તિરંગા યાત્રા યોજાઇ
SHARE









મોરબી જિલ્લા ભાજપ દ્વારા સેનાના પરાક્રમને બિરદાવવા માટે તિરંગા યાત્રા યોજાઇ
ભારતીય સેના દ્વારા આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ દેવામાં આવ્યો છે ત્યારે આજે સેનાના જવાનોનો જુસ્સો વધારવા માટે મોરબી જિલ્લા ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ હતી જેમાં ધારાસભ્યો સહિતના લોકો હાજર રહ્યા હતા. મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાની આગેવાની હેઠળ આજે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન સામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી મોરબીના મુખ્ય માર્ગો ઉપર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને પહેલગામ ખાતે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો જેનો ભારતની સેના દ્વારા જડબાતોડ જવાબ દેવામાં આવ્યો છે ત્યારે સેનાના જવાનોનો જુસ્સો વધારવા માટે મોરબીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના નકલંક મંદિરના મહંત દમજી ભગત, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશીપભાઈ કૈલા, મહામંત્રી ભૂપતભાઇ જારીયા, મોરબી પાલિકાના માજી પ્રમુખ કેતનભાઈ વિલપરા, શહેર ભાજપના માજી પમુખ લાખાભાઈ જારીયા, મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા, મોરબી શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ જયદીપભાઈ કંડિયા, અરવિંદભાઇ બારૈયા, જીજ્ઞેશભાઈ કૈલા, અરવિંદભાઇ વાંસદડિયા, ભરતભાઇ જારીયા તેમજ મોરબી શહેર અને જિલ્લાના ભાજપના આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાના ચૂંટાયેલા પદાધિકારીઓ, ચેરમેનો અને સભ્યો વિગેરે લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને દેશને જ્યારે જરૂર પડે ત્યારે યુદ્ધના મોરચે જવા માટે પણ મોરબી ભાજપ પરિવારના લોકોએ તૈયારી દર્શાવી હતી.

