મોરબી જિલ્લા ભાજપ દ્વારા સેનાના પરાક્રમને બિરદાવવા માટે તિરંગા યાત્રા યોજાઇ
મોરબીમાં ગ્રીન ચોક-દરબાર ગઢ અને રેલ્વે સ્ટેશન રોડ ઉપર અંડર ગ્રાઉન્ડ ગટરના કામનું ધારાસભ્યએ કર્યું ખાતમહુર્ત
SHARE










મોરબીમાં ગ્રીન ચોક-દરબાર ગઢ અને રેલ્વે સ્ટેશન રોડ ઉપર અંડર ગ્રાઉન્ડ ગટરના કામનું ધારાસભ્યએ કર્યું ખાતમહુર્ત
મોરબી શહેરમાં જુદા જુદા વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ ગટરના વિકાસ કામોનું આજે ધારાસભ્યના હસ્તે ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું ત્યારે મહાપાલિકાના કમિશનર તેમજ મોરબી નગરપાલિકાના માજી સભ્યો, ભાજપના અગ્રણીઓ અને નગરજનો સહિતના લોકો મોટી સંખ્યામાં ત્યાં હાજર રહ્યા હતા
મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ જુદા જુદા વિસ્તારની અંદર લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટેના એક પછી એક કામ હાથ ઉપર લેવામાં આવી રહ્યા છે. દરમિયાન આજે સવારે મોરબીના દરબારગઢ ચોક પાસેથી ગ્રીન ચોક અને રેલ્વે સ્ટેશન રોડે સુપર ટોકીઝથી નવલખી રોડ સુધીના ભૂગર્ભ ગટરના કામનું ખાતમહુર્ત મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં કરવામાં આવ્યું હતું ત્યારે મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર સંજય સોની તેમજ પાલિકાના માજી સભ્યો, ભાજપના અગ્રણીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા.
રે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, સરકાર તરફથી લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે થઈને એક પછી એક વિકાસ કામ માટે લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ મોરબીમાં આપવામાં આવી રહી છે અને તે ગ્રાન્ટનો ઉપયોગ કરીને કામો કરવામાં આવી રહ્યા છે હાલમાં જે વિસ્તારમાં ઓપન ગટર છે તેને પહેલા બંધ કરવામાં આવશે અને ત્યાર બાદ રોડનું કામ કરવામાં આવશે જેથી કરીને આ બંને રોડ ઉપર પાણી ભરાવનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલાઈ જશે.
જયારે કમિશનર સ્વપ્નિલ ખરેએ કહ્યું હતું કે આ બંને રોડ ઉપર ખુલ્લી ગટર છે તેને બંધ કરવા માટે ડ્રેનેજ પાઇપલાઇન નાખવા માટેના કામ હાલમાં હાથ ઉપર લેવામાં આવ્યું છે. અને મહાપાલિકા બની ત્યાર બાદ આ કામને હાથ ઉપર લઈને મંજૂર કરીને વર્ક ઓર્ડર આપવામાં આવેલ હોય તેવું આ પહેલું કામ છે આ બંને કામ માટે કુલ મળીને 37 લાખ જેટલો ખર્ચ મંજુર કરવામાં આવેલ છે અને આ બંને વિસ્તારમાં પહેલા અંડર ગ્રાઉન્ડ ગટરનું કામ કરવામાં આવશે ત્યાર બાદ રોડના કામ કરવામાં આવશે જે કામમાં થોડો સમય લાગશે જો કે, પ્રશ્નનું નિરાકરણ કાયમી ધોરણે આવી જશે.

