ટંકારાના ડેમ-2 ડેમમાંથી સિંચાઈ માટે નદીમાં પાણી છોડવાનું હાલ મોકૂફ: અધિકારી
SHARE









ટંકારાના ડેમ-2 ડેમમાંથી સિંચાઈ માટે નદીમાં પાણી છોડવાનું હાલ મોકૂફ: અધિકારી
ટંકારા તાલુકાના ડેમ-2 ડેમ નીચેના વિસ્તારમાં આવતા ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળે તે માટે થઈને ડેમી-2 ડેમમાંથી આજે નદીમાં પાણી છોડવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે વહીવટી કરણોસર સિંચાઈ વિભાગ દ્વારા આજે ડેમમાંથી પાણી છોડવાનું મોકુફ રાખવામાં આવ્યું હોવાનું સિ઼ચાઇ વિભાગના અધિકારી પાસેથી જાણવા મળેલ છે.
ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેડૂતો દ્વારા સિંચાઈના પાણીની વ્યવસ્થા મળે તો ચોમાસુ પાક લેવા માટે આગોતરું વાવેતર પોતાના ખેતરમાં કરવામાં આવતું હોય છે તેવી જ રીતે ટંકારા તાલુકાના ડેમ-2 નીચેના વિસ્તારમાં આવતા ખેડૂતો દ્વારા ચોમાસુ પાક લેવા માટે આગોતરું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તે ખેડૂતોને નદી અને ચેકડેમમાંથી પાણી મળી રહે તે માટે સિંચાઈ વિભાગ દ્વારા આજે તા 15 ના રોજ બપોરે 2:00 વાગ્યાથી ડેમી નદીમાં ડેમી-2 ડેમના 6 દરવાજા 1 ફૂટ સુધી ખોલીને પાણી નદીમાં છોડવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ વહીવટી કારણોસર ડેમ-2 ડેમમાંથી નદીમાં પાણી છોડવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે તેવું ડેમી-2 ડેમના સેક્શન ઓફિસર નિશીતભાઈ પટેલ પાસેથી જાણવા મળેલ છે

