અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો મોરબી આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની હરાજી માટે તૈયારી મોરબીના ઘુંટુ રોડ ઉપર દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ને પકડી પાડતી તાલુકા પોલીસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૭ થી ૧૯ જૂન સુધી પ્રવેશબંધી ગુજરાતમાં પ્રથમ ચુકાદો: મોરબીમાં થયેલ ત્રિપલ મર્ડરના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદ મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ 20.95 લાખના ચેક રીટર્ન કેસમાં બમણી રકમનો દંડ: એક વર્ષની સજા


SHARE

















મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ 20.95 લાખના ચેક રીટર્ન કેસમાં બમણી રકમનો દંડ: એક વર્ષની સજા

મોરબીની કોર્ટમાં ચેક રીટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપી બિલેશ્વર સિરામિકના ઓથોરાઇઝડ પર્સનને દંડ સહીત 41.91 લાખ ચુકવવા માટેનો આદેશ કર્યો છે તેમજ એક વર્ષની સજા કોર્ટે કરેલ છે.

કેસની મળતી માહિતી મુજબ ફરિયાદી અને આરોપી વચ્ચે વ્યાપારિક સંબંધ હોવાથી આરોપીને ધંધામાં રૂપિયાની જરૂર હતી જેથી ફરિયાદી પાસે વિટ્રીફાઈડ ટાઈલ્સ ખરીદી કરી હતી જે માલની રકમ પેટે આરોપી પાસેથી 20,95,814 રૂપિયા લેવાના હતા તેની સામે આરોપીએ ચેક આપ્યો હતો જે ચેકને બેંકમાં જમા કરાવતા ચેક બાઉન્સ થયો હતો જેથી ફરિયાદી મીકુલ જયંતીભાઈ સવસાણીએ મોરબીના મહે. બીજા એડી ચીફ જ્યુડી મેજી. જજ સાહેબની કોર્ટમાં વકીલ હિરલ આર. નાયક, નિશા એલ. વડસોલા, પી.કે. કાટિયા મારફત ચેક રિટર્નનો કેસ કર્યો હતો. જે કેસ કોર્ટમાં ચાલી ગયો હતો અને જેમાં કોર્ટે આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમની ડબલ રકમ એટ્લે કે 41,91,628 નો દંડ કર્યો છે અને દંડમાંથી ફરિયાદીને ચેકની રકમ અને ફરિયાદ તારીખથી વાર્ષિક 9 ટકા વ્યાજ સહીતની રકમ ચુકવવા મતેને આદેશ કર્યો છે. અને આરોપી દ્વારા જો દંડની રકમ ભરવામાં નહીં આવે તો વધુ 90 દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.  જે કેસમાં ફરિયાદી તરફે વકીલ એચ.એમ. ભોરણીયા, હિરલ આર. નાયક, નિશા એલ. વડસોલા અને  પી.કે. કાટિયા રોકાયેલા હતા






Latest News