મોરબીના ઉંચી માંડલ પાસે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબીના નીચીમાંડલ પાસે કારખાનાના માટી ખાતામાં પગ લપસી જવાથી નીચે પટકાયેલ યુવાનનું મોત
SHARE







મોરબીના નીચીમાંડલ પાસે કારખાનાના માટી ખાતામાં પગ લપસી જવાથી નીચે પટકાયેલ યુવાનનું મોત
મોરબી તાલુકાના નીચીમાંડલ ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન માટી ખાતામાં કામ કરતા સમયે પગ લપસી જતા પડી જવાથી યુવાનને માથામાં હેમરેજ થયું હતું જેથી તેને હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરીને બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના હળવદ હાઇવે રોડ ઉપર નીચી માંડલ ગામ પાસે આવેલ કેરા વિટ્રીફાઈડ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રીતેશભાઈ ભુવાનસિંહ સોલંકી (18) નામનો યુવાન કારખાનામાં આવેલ માટી ખાતામાં કામ કરતો હતો ત્યારે કોઈ કારણોસર તેનો પગ લપસી જતા તે ઉપરથી નીચે પટકાયો હતો અને તેને માથાના ભાગે હેમરેજ થયું હતું જેથી તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મારા મારીમાં ઇજા
મોરબીના ખાનપર રોડ ઉપર આવેલ પ્રાઇમ કેમિકલ નામના કારખાનાના કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતાં કરણ ગુમાનસિંગ કટારી (25) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. આવી જ રીતે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી નજીક રહેતા અને કામ કરતા અલ્પેશ ફૂલસિંગ નાયક (22) નામના યુવાનને લોવીન સિરામિક કારખાના પાસે મારામારીના બનાવમાં ઈજા થતાં ઇજા પામેલા યુવનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.
