મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રિકેટના સટ્ટાના ત્રણ લાખ પડાવવા માટે યુવાનનું અપહરણ કરવાના ગુનામાં ચાર પૈકીનાં એક આરોપીની ધરપકડ


SHARE

















મોરબીમાં ક્રિકેટના સટ્ટાના ત્રણ લાખ પડાવવા માટે યુવાનનું અપહરણ કરવાના ગુનામાં ચાર પૈકીનાં એક આરોપીની ધરપકડ

મોરબીના ખેવારિયા ગામના યુવાનને ક્રિકેટના સટ્ટામાં ફસાવ્યો હતો અને તે ત્રણ લાખ રૂપિયા હારી ગયેલ છે તેવું કહીને તેની પાસેથી રૂપિયા પડાવવા માટે થઈને ફોન ઉપર ધમકીઓ આપવામાં આવતી હતી. અને ત્યાર બાદ યુવાનનું ચાર શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જે ગુનામાં પોલીસે ચાર પૈકીનાં એક આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના ખેવારિયા ગામે રહેતા અને શનાળા રોડે આવેલ વિનાયક હોન્ડા શોરૂમમાં કામ કરતા વંશ મહેશભાઈ ઉભડિયા (19)એ મહેશ ઉર્ફે રાહુલ રામભાઇ ડાંગર, શિવમ બાબુભાઇ જારીયા, દિવ્યેશ રમેશભાઈ ડાંગર અને એક અજાણ્યો માણસ આમ કુલ મળીને ચાર શખ્સની સામે અપહરણની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, આરોપી શિવમ જારીયા ફરિયાદી પાસે બેસવા માટે આવતો હતો અને તેણે ફરિયાદીને “તું ક્રિકેટ ગુરુ એપ્લિકેશનનો ઉપયોગ કર હાલમાં આઈપીએલ 20-20 ચાલુ છે તેમાં ક્રિકેટના મેચ રમવાના રન થાય ન થાય ના મેસેજ મારામાં નાખજે જેથી હું મારા મિત્ર મહેશ ડાંગરને આ સોદા તેના મોબાઈલમાં નાખી દઈશ અને જેટલી હાર જીતના રૂપિયાનો હિસાબ થશે તે દર સોમવારે કરશું. તેવું કહ્યું હતું. જેમાં પહેલા ફરિયાદીને 1.10 લાખ લેવાના હતા જો કે, ત્યાર બાદ ફરિયાદીને મોટા સોદા લખાવવા માટે કહ્યું હતું જેમાં ફરિયાદી રૂપિયા હારી ગયેલ છે તેવું કહ્યું હતું તે રૂપિયા 40 હજાર આપી દેવામાં આવ્યા હતા ત્યાર બાદ ફરિયાદીએ ઇન્ટરનેશનલ મેચ ઉપર રન માટેના સોદા આરોપીના ફોનમાં નાખ્યા હતા. જેમાં “તું અમારી પાસે ત્રણ લાખ રૂપિયા હારી ગયેલ છો” તેવું કહ્યું હતું અને ત્યાર બાદ ધમકીઓ આપીને ફરિયાદીનું ચાર શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને જુદાજુદા વિસ્તારમાં લઈ જઈને યુવાનને માર માર્યો હતો જે બનાવની ફરિયાદ નોંધાયેલ હતી તેના આધારે પોલીસે હાલમાં આરોપી મહેશ ઉર્ફે રાહુલ રામભાઇ ડાંગર (19) રહે. ગજડી તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.




Latest News