મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાના ડેમી-૨ ડેમનો 1 દરવાજા ખોલીને સિંચાઇ માટે નદીમાં પાણી છોડ્યું


SHARE









ટંકારાના ડેમી-૨ ડેમનો 1 દરવાજા ખોલીને સિંચાઇ માટે નદીમાં પાણી છોડ્યું

ટંકારાનાં નસીતપર ગામ પાસે ડેમી-2 ડેમ આવેલ છે તે ડેમની નીચેના ભાગમાં આવેલ ચેકડેમને ભરવા માટે સિંચાઈ વિભાગ દ્વાર આજે સવારથી ડેમનો એક દરવાજો ખોલીને પાણી નદીમાં છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.

ટંકારા તાલુકામાં આવેલ ડેમી નદીમાં બનાવવામાં આવેલ ચેકડેમો ભરવા માટે ડેમી-2 ડેમમાંથી કુલ 37 MCFT પાણી છોડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે તા 17 ના રોજ સવારે સાડા આઠ વાગ્યાથી ડેમી-2 ડેમનો 1 દરવાજો 1 ફૂટ સુધી ખોલીને ડેમી નદીમાં પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે અને કુલ મળીને 3517 કયુસેક પાણી નદીમાં છોડવામાં આવશે. તેવી માહિતી સિંચાઇ વિભાગના અધિકારી પાસેથી જાણવા મળેલ છે અને આ ડેમમાંથી પાણી છોડતા પહેલા ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર, મોટા રામપર તથા મોરબીના ચાચાપર, ખાનપર અને કોયલી ગામને એલર્ટ કરવામાં આવ્યા હતા.




Latest News