હળવદ તાલુકામાં દારૂ સહિત કુલ 22 ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો
મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો
SHARE







મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો
મોરબી શહેર ત્રાજપર ચોકડી પાસેથી શંકાસ્પદ હાલતમાં એક શખ્સ બાઇક સાથે મળી આવેલ હતો જેથી તેની પાસે રહેલા બાઈકની ખરાઈ કરતાં તે બાઇક ગોંડલ સીટીમાંથી ચોરી કરેલ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ચોરાઉ બાઈક સાથે એક શખ્સને ઝડપી લીધેલ છે અને બીજા શખ્સનું નામ સામે આવ્યું છે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબી એલ.સી.બી.ના હિતેન્દ્રસિંહ ચુડાસમા, સુરેશભાઇ હુંબલ અને વિક્રમભાઇ કુગશીયાને મળેલ બાતમી આધારે મોરબી ત્રાજપર ચોકડી પાસે આવેલ ઓવરબ્રીજ પાસેથી વાંકાનેર તરફ જતા રોડની બાજુમાં આવેલ સર્વીસ રોડ ઉપરથી એક શખ્સ શંકાસ્પદ હાલતમાં બાઈક સાથે મળી આવેલ હતો જેથી પોલીસે તેને રોકીને બાઈકના મૂળ માલીક બાબતે પોકેટ કોપ એપ્લીકેશન તથા મોબાઇલ એપ્લીકેશન મારફતે સર્ચ કર્યું હતું ત્યારે બાઇક નં. જીજે 3 જેબી 9463 ના માલિક જયેશભાઈ સામતભાઈ ગુજરાતી રહે. મોટા ઉમવડા તાલુકો ગોંડલ વાળા હોવાનું સામે આવ્યું હતું જેથી તે શખ્સ પાસે બાઈકના આધાર, પુરાવા તથા કાગળો માંગવામાં આવ્યા હતા જે તેની પાસે હતા નહીં માટે પોલીસે રેકર્ડ આધારીત ખરાઇ કરતા ગોડલ સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીનો ગુનો નોંધાયેલ હતો જેથી બાબતે આગળની કાર્યવાહિ માટે આરોપી અજયભાઇ સુરાભાઈ વાધેલા (29) રહે. હાલ કુડલા તાલુકો ચુડા મુળ રહે. ગઢડા તાલુકો બોટાદ વાળાને હસ્તગત કરેલ છે અને 20 હજાર રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કરેલ છે અને આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ આ ગુનામાં વિપુલભાઇ છગનભાઇ સાંઢમીયા રહે. ધેલા સોમનાથ તાલુકો જસદણ વાળાનું નામ સામે આવેલ છે તેને પકડવાનો બાકી છે. અને હાલમાં જે આરોપીને પકડવામાં આવેલ છે તેની સામે જુદાજુદા પોલીસ સ્ટેશનમાં પહેલા પાંચ ગુના નોંધવામાં આવેલ છે.
