ટંકારા તાલુકામાં હોટલમાં રેડ બાદ થયેલ 51 લાખના તોડ કાંડમાં પકડાયેલ હેડ કોન્સ્ટેબલના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર: પીઆઇ હજુ પોલીસ પકડથી દૂર મોરબીમાં રિનોવેશન કરવામાં આવેલ રજવાડાના સમયના રેલ્વે સ્ટેશનનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ કર્યું લોકાર્પણ મોરબીના ઘુંટુ ગામેથી સગીરાનુ અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપી પકડાયો મોરબીમાં શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા સિંદૂર રેલી મોરબીમાં રહેતા બે વૃદ્ધ સાથે પેકેજ ટુર એર ટિકિટ બુકિંગના નામે 7.71 લાખની છેતરપીંડીના ગુનામાં એકની ધરપકડ હળવદના ચરાડવા ગામે રહેતા યુવાનના લગ્ન ન થતા હોય એકલવાયા જીવનથી કંટાળીને આપઘાત કર્યો મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત વાંકાનેરના ઢુવા નજીક ઓવરબ્રીજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારામાં મકાન વેચી દીધા પછી પણ કબ્જો ખાલી ન કરનારાઓની સામે લેન્ડ ગ્રેબિંગ


SHARE



















ટંકારામાં મકાન વેચી દીધા પછી પણ કબ્જો ખાલી ન કરનારાઓની સામે લેન્ડ ગ્રેબિંગ

મોરબીના બેલા રંગપર ગામે રહેતા યુવાને ટંકારામાં મકાનની ખરીદી કરી હતી જે મકાનના માલિકે એક મહિના પછી મકાન ખાલી કરીને આપવાનું કહ્યું હતું જો કે, એક વર્ષ સુધી મકાન ખાલી કરીને આપ્યું ન હતું જેથી મકાન લેનાર યુવાને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની મકાન વેચનાર સહિત કુલ પાંચ શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બેલા-રંગપર ગામે રહેતા અંતિમસિંહ બંનેસં જાડેજા (39)હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અમીનશા અલીશા સરવદી, આસીફ અલીશા સરવદી, અલ્તાફ અલીશા સરવદી, અબ્દુલ અકબરશા સરવદી અને અલીશા અકબરશા સરવદી રહે. બધા ટંકારા વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીઓએ તેનું ટંકારા ગામે સર્વે નં.1526 A ની ચો.મી. 3182.27 જગ્યામાં આવેલ મકાન ફરિયાદીને વર્ષ 2023 માં વેચાણ આપ્યું હતું અને તે મકાન માટેના રૂપિયા પણ આરોપીઓને ચૂકવી દીધેલ છે જો કે, જે તે સમયે આરોપીઓ દ્વારા મકાનનો કબજો એક મહિના પછી દેવાનું કહેવામા આવ્યું હતું જેથી ફરિયાદી માનવતાની રીતે એક મહિનાનો સમય તેઓને આપેલ હતો જો કે, ત્યાર બાદ આરોપીઓએ મકાન ખાલી કર્યું ન હતું જેથી ફરિયાદી કલેક્ટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી જેમાં ફરિયાદ કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ હાલમાં ભોગ બનેલ યુવાનને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીમાં મચ્છુ બ્રીજ પાસે આવેલ રેલવે ફાટક નજીકથી બાઈક ઉપર ગુલામરસુલ કરીમભાઈ જામ (21) રહે. અમદાવાદ વાળો પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેના બાઇકને ઠોકર મારતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News