મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં તરબૂચ-શેરડી વિગેરે સામનનું જાહેરમાં વેચાણ કરવા મહાપાલિકામાંથી ટેમ્પરરી મંજૂરી લેવી અનિવાર્ય


SHARE













મોરબીમાં તરબૂચ-શેરડી વિગેરે સામનનું જાહેરમાં વેચાણ કરવા મહાપાલિકામાંથી ટેમ્પરરી મંજૂરી લેવી અનિવાર્ય

મોરબી મહાનગરપાલિકા દ્વારા નગરજનોને જાણ કરવામાં આવી છે કે, ઉનાળામાં શહેરમાં જાહેર જગ્યા પર ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે રીતે તરબૂચ, શેરડી તથા સામના વેચાણ માટે ટેમ્પરરી સ્ટોલ કરવા માટે તથા જે લોકો રાત્રીના સમયે પોતાની માલિકીની દુકાનની બહાર જાહેર જગ્યા પર ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે રીતે ટેબલ-ખુરશી રાખીને વ્યવસાય કરવા ઈચ્છતા હોય તે લોકોને મહાનગરપાલિકાની પૂર્વમંજૂરી માટેની પ્રક્રિયા કરવાની રહેશે.

વધુમાં મોરબી મહાનગરપાલિકાના નાયબ કમિશનરે જણાવ્યુ હતું કે, મહાનગરપાલિકા કચેરીમાં લેખિતમાં અરજી કરવાની રહેશે., અરજી સાથે  અરજદારનું ઓળખપત્ર (આધાર કાર્ડ/ડ્રાઇવિંગ લાઇસન્સ/પાન કાર્ડ), વ્યવસાય સબંધિત જરૂરી લાઇસન્સ (જો જરૂરી હોય તો), સ્ટોલ લગાવવાની ચોક્કસ જગ્યા અને ઉપયોગ માટેની વિગતો, અરજીની ચકાસણી બાદ મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્થળ તપાસ કર્યા બાદ મંજૂરી આપવામાં આવશે. અને મંજુર થયેલ અરજી માટે નક્કી કરેલ ફી ભરી રસીદ મેળવવી અને મંજુરીની નકલ મંજુર થયેલ જગ્યાએ જાહેરમાં પ્રદર્શિત કરવાની રહેશે. અને મહાનગરપાલિકાની મંજૂરી વિના કોઈપણ જાહેર જગ્યાએ ટેમ્પરરી સ્ટોલ ઉભો કરવામાં આવશે તો દંડ કરવામાં આવશે., જાહેર માર્ગો અને ટ્રાફિક અવરોધ ઉભો કરનાર સ્ટોલ હટાવી લેવમાં આવશે અને આરોગ્ય તેમજ સાફ સફાઇની શરતોનું પાલન ફરજિયાત પણ કરવાનું રહેશે. 




Latest News