મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબી ધક્કા વાળી મેલડીમાં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન સંપન્ન


SHARE

















મોરબી ધક્કા વાળી મેલડીમાં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન સંપન્ન

મોરબીના રેલવે સ્ટેશન પાસે આવેલ ધક્કા વળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેમ કે રાહતદરે દવાખાનું, દવા ફ્રી ગાયો ને દરરોજ પચાસ મણ લીલું ઘાસ,દર મહિને પક્ષીઓ માટે દશ મન ચણ, દર રવિવાર, મંગળવારે સવા મણ લાપસી,ગુંદી ગાંઠિયાનો પ્રસાદ,દર વર્ષે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન વગેરે સેવાકીય પ્રકલ્પોનું આયોજન કરવામાં આવે છે એ મુજબ નવલખી રોડ પર આવેલ બહુચર પાર્ટી પ્લોટ ખાતે સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા જેમાં સર્વ જ્ઞાતિના એકવીસ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા,તમામ વરરાજાઓનું કર્તવ્ય જીવ દયા બેન્ડ પાર્ટી દ્વારા વાજતે ગાજતે સામૈયું કરવામાં આવ્યું,ભુદેવોએ શાસ્ત્રોક્ત વિધિથી લગ્નવિધિ કરાવી હતી, તમાં કન્યાઓને સોનાના દાગીના સેટી, કબાટ,ખુરશી સહિતની 108 જેટલી વસ્તુઓ કરિયાવરમાં અર્પણ કરવામાં આવી હતી,સમગ્ર કાર્યક્રમ માટે અનેક દાતાઓએ દાન અર્પણ કર્યું હતું, આ કાર્યક્રમને શોભાવવા દામજી ભગત નકલંક ધામ બગથળા, મહંત ભાવેશ્વરીદેવી, જયંતિભાઈ રાજકોટિયા પ્રમુખ જિલ્લા ભાજપ દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય ટંકારા-પડધરી પ્રથમ અમૃતિયા અધ્યક્ષ ગુજરાત પ્રદેશ સંગઠન યુવા મોરચો મિશન નવ ભારત તેમજ રેલવે પી.આઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં,સમગ્ર સમૂહ લગ્નને સફળ બનાવવા ઘનુભા જાડેજા પ્રમુખ,વિનુભાઈ ડાંગર ઉપ પ્રમુખ શૈલેષભાઇ જાની ખજાનચી, ધીરુભા જાડેજા મંત્રી, કિશોરભાઈ અગ્રાવત,રમેશભાઈ સાંણદિયા, ભાવેશકુમાર મહેતા નરેન્દ્રસિંહ રાણા,દિગુભા જાડેજા ગજુભા ચુડાસમા વગેરે ટ્રષ્ટિ મંડળ તેમજ તમામ કાર્યકર્તાઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ,સુચારુ સંચાલન મોરબીના જાણીતા અને માનીતા એન્કર દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.




Latest News