માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ટંકારાના હરીપર-મીતાણા વચ્ચે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં


SHARE

















ટંકારાના હરીપર-મીતાણા વચ્ચે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં

ટંકારાના હરીપરથી મીતાણા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ પેટ્રોલ પંપ પાસેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે કારના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તે બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા બંને વ્યક્તિઓને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને ગયા હતા અને આ બનાવ સંદર્ભે ભોગ બનેલ વૃદ્ધ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે તેના આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ જસદણ તાલુકાના આટકોટ ગામના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના નસીપર ગામની નજીક આવેલ ધરતી સ્પીનીંગ મિલની ઓરડીમાં રહેતા અને  નોકરી કરતા રાજેન્દ્રકુમાર બધાભાઈ દાફડા (57)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્ટિકા કાર નંબર જીજે 10 ડીજે 4999 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેણે જણાવ્યું છે કે ટંકારા તાલુકાના હરીપર ગામથી મીતાણા ગામ તરફ જવાનો રસ્તા ઉપર આવતા પેટ્રોલ પંપ પાસેથી ફરિયાદી તેનો ટીવીએસ કંપનીનું બાઈક નંબર જીજે 3 એમજે 0946 લઈને જતા હતા ત્યારે તેના બાઈક ઉપર જ્યોતિબેન પણ તેની સાથે બેઠેલા હતા દરમિયાન કાર ચાલકે ફરિયાદીના બાઇકને પાછળથી ઠોકર મારી હતી જેથી અકસ્માત થયો હતો જે બનવામાં ફરિયાદી તથા સાહે જ્યોતિબેન ને ગંભીર ઇજાઓ થયેલ છે જેમાં ફરિયાદીને પેટના ભાગે લીવર પાસે તથા શરીરે નાના મોટી ઈજાઓ થયેલ છે જયારે જ્યોતિબેનને ડાબી બાજુ કેના ભાગે ફેક્ચર થયેલ છે માટે તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવ સંદર્ભે ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાહેરમાં જુગાર રમતા પકડાયા

મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ સાંકડી શેરી નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મકબુલભાઇ બસીરભાઇ બ્લોચ (29), રમજાનભાઇ ઓસમાણભાઇ રાઉમા (27) અને ઇમરાનભાઇ સીદીકભાઇ બ્લોચ (39) રહે બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 590 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધાયો છે.




Latest News