મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા મહિલા ભાજપ દ્વારા સિંદૂર યાત્રા યોજાઈ


SHARE









વાંકાનેર તાલુકા મહિલા ભાજપ દ્વારા સિંદૂર યાત્રા યોજાઈ

 વાંકાનેર તાલુકા ભાજપ દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ની સફળતામાં મહિલાઓએ સૈનિકોના માન સન્માનમાં થાળીમાં સિંદૂર , દીવડો, ચોખા લઈને “ભારત માતાકી જય” ના નાદ સાથે યાત્રા કાઢવામાં આવી હતી. ‘ઓપરેશન સિંદૂર’ને સફળતાપૂર્વક પાર પાડી ભારતીય સેનાએ આખી દુનિયામાં પોતાના શૌર્યનો ડંકો વગાડ્યો છે. સેનાના વીર જવાનોના આ અદમ્ય સાહસને બિરદાવવા માટે વાંકાનેર તાલુકા ભાજપ દ્વારા સિંદૂર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઇ મકવાણા, તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેર, તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ મૂંધવા, , તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભગવાનજીભાઇ મેર અને ભાજપ યુવા અગ્રણી er. સમીરભાઇ કુરેશી તથા બહોળી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.




Latest News