મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીમાં વ્હોટ્સએપ અને ટેલિગ્રામથી સંપર્ક કરીને ઓનલાઈન જોબ વર્ક-રોકાણના નામે યુવાન સાથે 20.57 લાખની છેતરપિંડી


SHARE

















મોરબીમાં વ્હોટ્સએપ અને ટેલિગ્રામથી સંપર્ક કરીને ઓનલાઈન જોબ વર્ક-રોકાણના નામે યુવાન સાથે 20.57 લાખની છેતરપિંડી

મોરબીમાં રહેતા યુવાનને ઘરે બેઠા ઓનલાઈન કામ આપીને કમાવાની લોભામણી લાલચ આપવામાં આવી હતી અને ત્યાર બાદ વ્હોટ્સએપ તથા ટેલિગ્રામમાં વાતચીત કરીને તેનો વિશ્વાસ અને ભરોસો કેળવવામાં આવ્યો હતો અને યુવાન ઓનલાઇન જોબ વર્ક કરે તેના રૂપિયા યુવાનના એકાઉન્ટમાં જમા કરાવી દેવામાં આવતા હતા અને ત્યારબાદ યુવાનને 20,75,713  રુપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું અને તે રકમ આજ દિવસ સુધી તેને પરત આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે વ્હોટ્સએપ, ટેલિગ્રામ અને જુદી જુદી બેંકના એકાઉન્ટના ધારકો આમ કુલ મળીને 19 સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પ્રમુખસ્વામી પાર્કમાં સંગાથ-2 પેલેસ ફ્લેટ નંબર 601 માં રહેતા હાર્દિકકુમાર ગણેશભાઈ પનારા (28) નામના યુવાને મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક વ્હોટ્સએપ યુઝર, બે ટેલિગ્રામ યુઝર અને જુદી જુદી બેંકના 16 એકાઉન્ટના ધારકો તેમ કુલ મળીને 19 સામે સામે વિશ્વાસઘાત અને ખેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના બાયપાસ ઉપર આવેલ સીટી મોલમાં તેની આઇ.એસ.કે. ઇન્ટરનેશનલ નામની લોન કન્સલ્ટન્સીની ઓફિસ આવેલ છે અને આરોપીઓએ ગુનાહિત કાવતરું રચીને ઓનલાઈન જોબ વર્ક આપવાનું યુવાનને કહ્યું હતું અને વ્હોટ્સએપ તથા ટેલિગ્રામમાં તેની સાથે વાતચીત કરી હતી અને આ ફરિયાદી યુવાનને ઘરે બેઠા રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી ફરિયાદીનો વિશ્વાસ કેળવ્યો હતો અને ફરિયાદી ઓનલાઈન જે કામ આપવામાં આવતું હતું તેના રૂપિયા ફરિયાદીના એકાઉન્ટમાં તાત્કાલિક જમા કરાવી દેવામાં આવતા આમ કરીને ફરિયાદીનો વિશ્વાસ ભરોસો કેળવવામાં આવ્યો હતો ત્યારબાદ અલગ અલગ બહાના હેઠળ ફરિયાદી પાસેથી કુલ મળીને 20,75,713 રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું અને રોકાણ કરેલ રકમ તથા ફરિયાદીને લેવાની થતી રકમ આજ દિવસ સુધી તેને આપવામાં આવેલ નથી જેથી ભોગ બનેલા યુવાન સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોય તેણે હાલમાં મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ પીઆઇ કે.કે. દરબાર અને તેની ટીમ ચલાવી રહી છે




Latest News