મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસે રોડ સાઈડમાં ઉભેલા યુવાનના પગ ઉપર ટ્રક ચાલકે ટાયર ફેરવી દીધું


SHARE





માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસે રોડ સાઈડમાં ઉભેલા યુવાનના પગ ઉપર ટ્રક ચાલકે ટાયર ફેરવી દીધું

માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસે યુવાન રોડ નજીક ઉભો હતો ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તેના પગ ઉપરથી ટ્રકનું ટાયર ફેરવી દેતા યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર રણ વિસ્તારમાં રહેતા નાગજીભાઈ રામજીભાઈ (25) નામનો યુવાન રાત્રિના 11:00 વાગ્યાના અરસામાં અમદાવાદ માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભીમાસર ચોકડી પાસે ઊભેલ હતો ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તે યુવાનના પગ ઉપરથી ટ્રકનું ટાયર ચલાવી દેતા યુવાનને ગંભીર જા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ આ બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં બનાવની જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના ઘુટુ ગામે રહેતા રસિકભાઈ દિલીપભાઈ ફુલતરીયા (30) નામનો યુવાન લખધીરપૂર રોડ ઉપર કેનાલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સુકુન સીરામીક નજીક આઈસર ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

માર મારતા ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા નરેશભાઈ નવઘણભાઈ કુંવરિયા (40) નામના યુવાનને ઘરે તેના પત્ની અને ભાઈઓએ માર મારતા પગે અને શરીરે ઇજા થયેલ હતી જેથી તેને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના રામકૃષ્ણનગર વિસ્તારમાં રહેતા કારૂભાઈ મનુભાઈ ડુંગરા (32) નામના યુવાનને રાત્રિના 11:00 વાગ્યાના અરસામાં થયેલ મારામારીના બનાવમાં માથાના ભાગે પથ્થર વાગ્યો હતો જેથી તેને ઈજા થઈ હોવાથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News