મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડે લોર્ડસ હોટલ સામે એક્ટિવાને ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ મહિલાનું મોત


SHARE









મોરબીના જેતપર રોડે લોર્ડસ હોટલ સામે એક્ટિવાને ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ મહિલાનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ લોર્ડસ હોટલની સામેના ભાગમાંથી મહિલા એક્ટિવા લઈને જઈ રહી હતી દરમિયાન ટ્રક ચાલકે એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં મહિલાને ઇજાઓ થયેલ હોવાથી ઇજા પામેલ મહિલાનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા સોનલબેન અબ્બાસભાઈ કટિયા (45) નામની મહિલા મોરબીના જેતપર રોડ ઉપર આવેલ લોર્ડસ હોટલ સામેથી એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં તેના એકટીવાને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં મહિલાને ગંભીર ઈજા થઈ હોવાથી તે મહિલાનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.

મહિલા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ઓમ પાર્કમાં રહેતા ચંપાબેન રૂગનાથભાઈ શેરસીયા (55) નામના મહિલા બાઇકમાં બેસીને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ પાસે ત્રિમંદિર નજીકથી પસાર થતા હતા ત્યારે ત્યાં બાઇક સ્લીપ થયું હતું જે બનાવમાં મહિલાને ઈજા થવાથી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

બાઇક સ્લીપ

મોરબીના અંબિકા રોડ ઉપર જડેશ્વર મંદિર પાસે રહેતા સોયબ મહમદભાઈ ચાનીયા (35) નામનો યુવાન બાઇક લઈને વાવડી રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માતે બાઈક સ્લીપ થવાના કારણે તે યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા. અને આ બનાવની પોલીસને જાણ કરી હતી. 

બાઈક સ્લીપ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્કમાં ગીતાંજલી એપાર્ટમેન્ટ ખાતે રહેતા પ્રતીક કિરીટભાઈ માણેક (36) નામના યુવાનનું બાઈક નગર દરવાજા પાસે સ્લીપ થયું હતું જે બનાવમાં તેને ઈજા થતાં તે યુવાનને મોરબીની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News