મોરબી : મહેન્દ્રનગર ચોકડી થી રામધન આશ્રમ સુધીનું અધૂરું કામ પૂર્ણ કરવાની આમ આદમી પાર્ટીની માંગ
મોરબી અધ્યયન મંડળ દ્વારા આવતી કાલે બૌદ્ધિક વર્ગનું આયોજન
SHARE







મોરબી અધ્યયન મંડળ દ્વારા આવતી કાલે બૌદ્ધિક વર્ગનું આયોજન
મોરબી અધ્યયન મંડળ દ્વારા દિનાંક ૨૨- ૫-૨૫ના દિવસે વિવિધ સંવત, તેની મહત્ત્વતા અને વહેવારિકતા વિષય પર એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.
હિન્દુ સંવત્સર મહિનાના દર ચોથા ગુરુવારે અધ્યયન મંડળ મોરબી દ્વારા રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી સમાજ જીવનને સ્પર્શતા વિવિધ વિષયોનું તાત્વિક અને વ્યાવહારિક અધ્યયન, અનુસંધાન અને સાહિત્ય નિર્માણ થાય તેવા ઉદ્દેશથી એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરવામાં આવે છે. વૈશાખ વદ ૧૦, દિનાંક ૨૨-૫-૨૫ ના માસિક બૌદ્ધિક વર્ગમાં ભારતની પ્રાચીન, વિશ્વની શ્રેષ્ઠ અને વૈજ્ઞાનિક કાલગણના પદ્ધતિ વિવિધ સંવત અને તેની મહત્ત્વતા અને વહેવારિક ઉપીયોગીતા વિષય પર અધ્યયન મંડળના સંયોજક ડો.જયેશભાઈ પનારા વક્તવ્ય આપશે.
દર મહિને વિવિધ વિષયોના નિષ્ણાત વક્તાઓને આમંત્રણ આપીને રાષ્ટ્રના આ સંક્રમણ સમયે વૈચારિક યુદ્ધમાં કઈ રીતે બચવું અને કેવી તૈયારી કરવી વગેરે ચર્ચા કરવામાં આવે છે.મોરબીના અધ્યયનશીલ લોકો તથા રસ ધરાવતા લોકોને આ અધ્યયન મંડળમાં જોડાવવાની વિનંતી કરવામાં આવેલ છે.
અધ્યયન મંડળ-મોરબી
સહ સંયોજક
વિજયભાઈ રાવલ
કમલેશભાઈ અંબાસણા
સંયોજક
ડો.જયેશભાઈ પનારા
