મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત


SHARE









મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

મોરબીના નવી પીપળી પાસે આવેલ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરની અંદર રહેતા યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જેથી તેનું મોત નીપજયું હતું અને તેના બોડીને પીએમ માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર રોડ પર આવેલ નવી પીપળી ગામ પાસે સીપોન સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રાજુભાઈ જગન્નાથ યાદવ (20) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની રતનસીભાઈ કરમશીભાઈ વીસોડિયા (65) રહે. લક્ષ્મીનગર તાલુકો મોરબી વાળાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં પોલીસ આગળની તપાસ હાથ કરી છે

ઝેરી દવા પી લેતા સારવારમાં

મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા દિનેશભાઈ ભીલ (18) નામના યુવાને ગત તા. 19 ના રાત્રીને 8:30 વાગ્યાના અરસામાં વાડી વિસ્તારમાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યા તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબીના નવાગામ ખાતે રહેતા ખોરાજીત રમેશકુમાર યાદવ (24) નામનો યુવાન બાઇક લઈને નવાગામથી લીલાપર તરફ જઈ રહ્યો હતો દરમિયાન તેના બાઇકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા થવાથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News