મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા નજીક ઓવરબ્રીજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં યુવાનનું મોત


SHARE









વાંકાનેરના ઢુવા નજીક ઓવરબ્રીજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં યુવાનનું મોત

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ પાસે ઓવર બ્રીજ નજીક સામેથી યુવાન ચાલીને રોડ ક્રોસ કરી રહ્યો હતો દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ઢુવા નજીક આવેલ સનરે સિરામિક ભવાની કાંટા પાસે રહેતા દયારામ બુધેસિંગ ઉર્ફે બુધિયા ટાવર (25) નામના યુવાને અજાણ્યા વાહન ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર ઢુવાના ઓવરબ્રિજ પાસે આવેલ ટોપ સીરામીક સામેથી તેનો ભાઈ દિલીપભાઈ બુધેસિંગ ટાવર (19) પગપાળા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યો હતો દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયેલ છે જેથી ભોગ બનેલ યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાહેરનામાનો ભંગ

ઢુવા પાસે આવેલ શિવ શક્તિ ચેમ્બરમાં પરપ્રાંતિય મજુરને મકાન ભાડે આપવામાં આવ્યું હતું અને તે અંગેની જાણ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી ન હતી અને મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં તેની નોંધ કરી ન હતી જેથી રણછોડભાઈ ખોડાભાઈ ગોલતર (39) રહે. નવા ઢુવા તાલુકો વાંકાનેર વાળા સામે કલેક્ટરના જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News