ઓનલાઈન પ્રેમ !: મોરબીમાં પતિ-બાળકોને મૂકીને જતી રહેલી પરિણીતાને સાસરિયામાં પરત મોકલાઇ
મોરબીના ઝીંઝુડા ગામે ઝડપાયેલ ડ્રગ્સના ગુનામાં પકડાયેલા સાતેય આરોપી સાબરમતી જેલ હવાલે
SHARE
મોરબીના ઝીંઝુડા ગામે ઝડપાયેલ ડ્રગ્સના ગુનામાં પકડાયેલા સાતેય આરોપી સાબરમતી જેલ હવાલે
મોરબીના ઝીંઝુડા ગામેથી ડ્રગ્સનો ૧૧૮ કિલોથી વધુ જથ્થો ઝડપાયો હતો અને માલ સાથે ત્રણ શખ્સને પકડવા આવ્યા હતા બાદમાં બીજા ચાર શખ્સોને પકડાયા હતા હતા આમ કુલ મળીને સાત આરોપીઓની એટીએસની ટીમ દ્વારા ધરપકડ કરીને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેના રિમાન્ડ લેવામાં આવ્યા હતા જો કે, રિમાન્ડ પૂરા થતાં તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને હાલમાં સાતેય આરોપીઓને સાબરમતી જેલ હવાલે કરવામાં આવેલ છે
મોરબી જિલ્લાના ઝીંઝુડામાં એટીએસની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને સમસુદ્દીન સૈયદ પીરજાદા નામના શખ્સના ઘરમાંથી હેરોઇનના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં મુખ્તાર હુસૈન, ઝીંઝુડાના સમસુદ્દીન હુસૈનમિયાં પીરજાદા અને સલાયાના ગુલામ હુસૈન ઉમર ભગાડનો સમાવેશ થતો હતો અને ત્યાર બાદ એટીએસની ટીમે આ ગુનામાં અનવર ઉર્ફે અનુ મુસા પટેલીયા, રહે. નાવદ્રા, ઈકબાલ ઉર્ફે ઈકબાલ ડાડો ભંગારીયો અલીમીયા કાદરી, રહે. બંદર રોડ, જામ સલાયા, અરવિંદકુમાર ચુનીલાલ યાદવ ઉર્ફે બિંદુ રહે. મન્નીવાલી અને વોંટેડ ઈસા રાવના દીકરા હુસેન રાવને પકડીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેના રિમાન્ડ મેળવ્યા હતા આ સાતેય આરોપીઓના રિમાન્ડ પૂરતા ત\થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને હાલમાં આરોપીઓને સાબરમતી જેલ હવાલે કરવામા આવેલ છે અને આગામી સુનાવણી તા ૧૦/૧૨ ના રોજ રાખવામા આવી છે