મોરબીના રામકૃષ્ણનગરમાં સ્વ. ઉમેદભાઇ ઝાલાની સ્મૃતિમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
ઓનલાઈન પ્રેમ !: મોરબીમાં પતિ-બાળકોને મૂકીને જતી રહેલી પરિણીતાને સાસરિયામાં પરત મોકલાઇ
SHARE
ઓનલાઈન પ્રેમ !: મોરબીમાં પતિ-બાળકોને મૂકીને જતી રહેલી પરિણીતાને સાસરિયામાં પરત મોકલાઇ
હાલમાં ઓનલાઈન પ્રેમ થઈ ગયા પછી ઘણી ચોકાવનારી માહિતીઓ સામે આવતી હોય છે અને ત્યાર બાદ ઘણી વખત માઠા પરિણામો પણ આવતા હોય છે તેવામાં મોરબી ૧૮૧ અભયમ હેલ્પલાઈન દ્રારા યુવતીનુ ઘર બરબાદ થતાં બચાવી લેવામાં આવ્યું છે અને પરિણીત યુવતીને સમજાવીને તેના સાસરિયાંમાં પરત મોકલવામાં આવી છે મોરબી સીટીમાંથી એક વ્યકિત દ્વારા ૧૮૧ પર કોલ કરીને જાણ કરવામાં આવી હતી કે, છેલ્લા ૪ ક્લાકથી એક યુવતી તેના બાળકને લઈને અહીં આવી ગયેલ છે. અમે ઘણી પૂછપરછ કરી પરન્તુ તે કઈ પણ જણાવવા તૈયાર નથી. આથી અમે આજુબાજુમાં પૂછપરછ કરી તેના પિયર તથા સાસરીયા વાળાને બોલાવ્યા છે. પરંતુ બહેન તેની વાત પણ સાંભળવા તૈયાર નથી અને તેની સાથે પણ જવા તૈયાર નથી જેથી કરીને મોરબી ૧૮૧ ની ટીમના કાઉન્સેલર રસીલાબેન કુંભાણી , પોલીસ શારદાબેન તથા પાયલોટ મિતેશ ભાઈ સ્થળ પર પહોંચ્યા હતા અને તેમને પરીવાર તથા પીડિતાનું કાઉન્સેલિંગ કર્યુ હતું
ત્યારે કાઉસેલિંગ કરતા ચોંકાવનારી વાત સામે આવી હતી કે, છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયા દ્વારા એક પુરુષના કોન્ટેક્ટમાં પરિણીતા આવી છે અને એક વર્ષથી તેમની સાથે પ્રેમ સંબંધ છે. અને ત્યારબાદ બંન્નેએ ઘર છોડીને ભાગી જવાનું નકકી કર્યું હતું. આથી પીડિતા બહેન કોઈને પણ જાણ કર્યા વિના ઘર છોડીને નીકળી ગયા હતા. જો કે, તે પુરૂષ તેની સાથે ન આવતા અને ફોન પર પણ કઈ જ જવાબ ના આપતા બાહેનની પરિસ્થિતિ ખરાબ થઈ હતી.અને હવે શું કરવું કંઈ રસ્તો સૂઝતો ન હતો. જેથી કરીને ૧૮૧ ની ટીમ દ્વારા પીડિતા બેનને સમજાવવામાં આવ્યા હતા કે આમ અજાણ્યાં વ્યક્તિનાં પ્રભાવથી ઘર છોડીને ના નિકળી જવું જોઈએ અને બાળકો તથા પરિવારનું વિચારવુ જોઈએ. તેને પસ્તાવા સાથે કહયું કે તે તેના પતિ તથા બાળકો સાથે પાછા જવા માગે છે. આથી પીડિતાની ઈચ્છા અનુસાર ૧૮૧ ની ટિમ દ્વારા તેના સાસરીયા પક્ષનું કુશળ કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ હતું અને સમજાવટ દ્વારા પીડિતાનો સાસરિયામાં સ્વીકાર કરવામાં આવ્યો હતો અને એક તૂટતાં પરીવારને બચાવી લેવામાં આવ્યો હતો