મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં નિદ્રાધીન અવસ્થામાં જ યુવાનનું મોત


SHARE







મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં નિદ્રાધીન અવસ્થામાં જ યુવાનનું મોત

મોરબી નજીક આવેલ મિનરલના કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતો યુવાન પથારીમાં સૂતો હતો અને નિદ્રાધીન અવસ્થામાં જ બીમારી સબબ તેનું મોત નિપજ્યું હતું જેથી તેના મૃતદેને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવળીયાની નજીક અમૂલ મિનરલ નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો કાલુરામ રમેશચંદ સરસીયા (39) નામનો યુવાન લેબર કવાર્ટરમાં પથારીમાં સૂતો હતો અને કોઈ કારણોસર બીમારી સંબંધ તેનું નિદ્રાધીન અવસ્થામાં જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં સિટી પોલીસ લાઈનની પાછળના ભાગમાં રહેતા કમલેશભાઈ પ્રેમચંદ વોરા (48) નામનો યુવાન બાઇક લઈને મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ગૌરીદડ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અન્ય બાઇક સાથે બાઈક અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થહોવાથી અને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મહિલા સારવારમાં

વાંકાનેર તાલુકાના વરડુસર ગામે રહેતા મનિષાબેન રવિભાઈ શેટાણીયા (30) નામની મહિલા કોઈ કારણોસર ફિનાઇલ પી ગઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News