મોરબીના ગાળા ગામ નજીક રોજડા સાથે બાઇક અથડાતાં અકસ્માત: ઇજા પામેલ યુવાન સારવારમાં
મોરબીમાં લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ
SHARE







મોરબીમાં લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપીને ફસાવી હતી અને ત્યાર બાદ આરોપીએ પોતાના કબજા વાળા ગોડાઉનમાં તે યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો જેથી ભોગ બનેલ યુવતીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ હતી જેના આધારે પોલીસે દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યાવહી કરેલ છે.
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની યુવતીને મૂળ લાલપરમાં રહેવાસી અને હાલ મોરબી રહેતા સતિષ રુગનાથભાઈ પટેલ નામના શખ્સે લગ્નની લાલચ આપી હતી અને ત્યારબાદ સતિષ પટેલે પોતાના કબજા ભોગવટા વાળા ગોડાઉનમાં ફરિયાદી યુવતી સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. જોકે, સતીષ પટેલે ફરિયાદી યુવતી સાથે લગ્ન કર્યા ન હતા જેથી ભોગ બનેલ યુવતીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તાજવીજ શરૂ કરી છે અને આ ગુનાની તપાસ મોરબી જિલ્લાના એસસીએટી સેલના ડીવાયએસપી વિરલ દલવાડી કરી રહ્યા હતા અને હાલમાં આ ગુનામાં આરોપી સતિષ રુગનાથભાઈ જેતપરિયા (34) રહે. દેવ પેલેસ લીલાપર કેનાલ રોડ મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
બાઇક સ્લીપ
હળવદના રણછોડગઢ ગામે રહેતા પુનીબેન ભીખાભાઈ સિહોરા (74) નામના વૃદ્ધા ગામમાં આવેલ માતાજીના મંદિર પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેમને ઈજા થઈ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
ઇકો પલટી જતાં ઇજા
મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રસિંહ છાનુભા ઝાલા (32) નામના યુવાનને ટંકારા નજીક ઈકો ગાડી પલટી મારી ગઈ હોવાના કારણે ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી.
અકસ્માતમાં ઇજા
મોરબીમાં નિત્યાનંદ સોસાયટીના ગેઇટ પાસે આવેલ ગીતા પાર્કમાં રહેતા મહેન્દ્રભાઈ હેતાભાઈ રાઠોડ (36) નામનો યુવાન સનાળાથી ઘરે બાઈક લઈને આવી રહ્યો હતો દરમિયાન રસ્તામાં તેનું બાઇક સ્લીપ થયું હતુ જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા થઈ હોવાથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
