મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના ઉપપ્રમુખે કીડીયારુ પુરી કરી જન્મદિવસની ઉજવણી
મોરબીના ગાળા ગામ નજીક રોજડા સાથે બાઇક અથડાતાં અકસ્માત: ઇજા પામેલ યુવાન સારવારમાં
SHARE







મોરબીના ગાળા ગામ નજીક રોજડા સાથે બાઇક અથડાતાં અકસ્માત: ઇજા પામેલ યુવાન સારવારમાં
મોરબીના ગાળા થી જેતપર તરફ જવાના રસ્તા ઉપર કારખાના પાસેથી યુવાન બાઇક લઈને પસાર થતો હતો ત્યારે તેના બાઈકની આડે રોજડુ ઉતરતા બાઈક રોજડાની સાથે અથડાયું હતું જેથી અકસ્માત થયો હતો અને તેમાં યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા નાનજીભાઈ બચુભાઈ હમીરપરા (43) નામનો યુવાન ગાળા ગામથી જેતપર ગામ તરફ જવાના રસ્તા ઉપર સેગમ કારખાના પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે રોજડુ ઉતરતા બાઈક રોજડા સાથે અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં નાનજીભાઈ હમીરપરાને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બાઇક સ્લીપ
મોરબીના ગાળા ગામે રામજી મંદિર નજીક રહેતો ધવલ વશરામભાઈ મકવાણા (23) નામનો યુવાન બાઈક લઈને હરીપર કેરાળા ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં રસ્તામાં બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મારા મારીમાં ઇજા
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા કલ્પેશ ભીખાભાઈ કાંજિયા (34) નામના યુવાનને મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ ઓમકાર પેટ્રોલ પંપ સામે મારામારીના બનાવમાં માથાના ભાગે ઇજા થઇ હોવાથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બાઇક સ્લીપ
મોરબી તાલુકાના ઉટબેટ ગામે રહેતા જયાબેન પરમાર (65) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને ગામના ગેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થયું હતું જે બનાવમાં વૃદ્ધાને ઈજા થઈ હોવાથી તેને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
