મોરબીમાં લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ
મોરબીના ખાનપર ગામે ઘરમાં મામલતદારની રેડ, 3071 કિલો ઘઉં-270 કિલો ચોખાનો સરકારી જથ્થો મળ્યો !: 4.36 લાખનો મુદામાલ કબજે
SHARE







મોરબીના ખાનપર ગામે ઘરમાં મામલતદારની રેડ, 3071 કિલો ઘઉં-270 કિલો ચોખાનો સરકારી જથ્થો મળ્યો !: 4.36 લાખનો મુદામાલ કબજે
મોરબીના ખાનપર ગામે બસ સ્ટેશન પાસે રહેતા શખ્સનાં ઘરે તાલુકા મામલતદાર સહિતની ટિમ પહોચી હતી ત્યારે તેના ઘરમાંથી સરકારી ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવેલ છે જેથી અનાજ તેમજ વાહનો મળીને કુલ 4.36 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી કરેલ છે.
ગુજરાતનાં જુદાજુદા જીલ્લાઓમા સસ્તા અનાજની દુકાનથી જરૂરિયાત મંદ પરિવારને આપવા માટે જે અનાજનો જથ્થો આપવામાં આવે છે તેમાંથી ઘણો જથ્થો બારોબાર વેચી નાખવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં મોરબી તાલુકા મામલતદાર એમ.ટી. ધનવાણી અને તેની ટિમને બાતમી મળી કે ખાનપર ગામે સરકારી અનાજને સગેવગે કરી રહ્યા છે જેથી તાલુકા મામલતદાર સહિતની ટિમ પહોચી હતી અને ખાનપર ગામે બસ સ્ટેશન પાસે રહેતા ઇમ્તિયાઝ ગુલમામદ ગોધવિયાના ઘરે ચેક કર્યું હતું ત્યારે તેના ઘરમાંથી 3071.350 કિલોગ્રામ ઘઉં અને 270.480 કિલોગ્રામ ફોર્ટિફાઇડ ચોખા આમ કુલ મળીને 1,86,617 નો અનાજનો જથ્થો તેમજ 2 લાખની કિંમતની રિક્ષા અને 50 હજારની કિંમતનું સ્કૂટર આમ કુલ મળીને 4,36,617 નો મુદામાલ જપ્ત કર્યો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ અનાજના જથ્થાના બિલ કે કોઈ આધાર પુરાવા તેની પાસે નથી જેથી અનાજના સેમ્પલ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
