મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

દેવર્ષિ નારદ પત્રકાર એવોર્ડથી કરાશે Zee-24 કલાકના એડિટર દીક્ષિત સોનીનું સન્માન


SHARE









દેવર્ષિ નારદ પત્રકાર એવોર્ડથી કરાશે Zee-24 કલાકના એડિટર દીક્ષિત સોનીનું સન્માન

પત્રકારત્વમાં અભિનવ પ્રદાન માટે Zee-24 કલાકના એડિટર દીક્ષિત સોની વધુ એક વાર સન્માનિત થવા જઈ રહ્યાં છે. 2023માં આચાર્ય તુલસી પુરસ્કાર, 2021-22માં ENBA દ્વારા વેસ્ટર્ન રિજન માટે એવોર્ડ  મેળવનાર દિક્ષિત સોની હાલમાં ગુજરાત મીડિયા ક્લબના પણ વાઈસ પ્રેસિડેન્ટ છે. ચાલો જાણીએ દિક્ષિત સોનીને કયો મળી રહ્યો છે નવો પુરસ્કાર...

સરહદની સુરક્ષા માટે પહેરો ભરતાં સૈનિકની માફક સમાજની સુરક્ષા માટે સમય કે વિપરિત સંજોગો જોયા વિના અહર્નિશ કાર્યરત રહેતાં પત્રકારોનું પણ સમાજ માટે મહત્વપૂર્ણ યોગદાન હોય છે. સમાજના હિતમાં કડવું પરંતુ સત્ય કહેનાર પત્રકાર સન્માનિત થાય ત્યારે એ સત્યનું સન્માન હોય છે. લોકપ્રિય ન્યૂઝ ચેનલ ઝી 24 કલાકના એડિટર અને ગુજરાતના પ્રખ્યાત અને સન્માનિય પત્રકાર દીક્ષિત સોનીને 1 જૂનના રોજ પત્રકારત્વ ક્ષેત્રનો પ્રતિષ્ઠિ નારદ પુરસ્કાર એનાયત થવાનો હોવાની જાહેરાત થતાં સમગ્ર મીડિયા વર્તુળમાં ગૌરવ અને આનંદની લાગણી પ્રવર્તી રહી છે.

વિશ્વ સંવાદ ગુજરાત કેન્દ્ર છેલ્લાં એક દાયકાથી ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત પત્રકારોને સન્માનિત કરીને સત્ય પ્રત્યેની તેમની નિષ્ઠાને બિરદાવે છે. જે અંતર્ગત દીક્ષિત સોનીને ઈલેક્ટ્રોનિક્સ મીડિયા ક્ષેત્રે " દેવર્ષિ નારદ પત્રકાર સન્માન" માટે પસંદ કરવામાં આવ્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે પોતાની સુદીર્ઘ કારકિર્દી દરમિયાન દિક્ષિત સોનીએ અનેક પડકારભર્યા કાર્યો સફળતાપૂર્વક પાર પાડ્યા છે. અતિવૃષ્ટિ, ભૂકંપ, કોમી રમખાણો હોય કે કોરોના જેવી આફતો, જીવના જોખમે પણ પત્રકારત્વની ફરજને વળગી રહેનાર દીક્ષિત સોનીએ હિંમતપૂર્વક અનેક મુદ્દાઓને પણ ઉજાગર કર્યા છે.

વર્ષ 1996માં પત્રકારત્વક્ષેત્રે ઝંપલાવનાર દિક્ષિત સોનીએ સહારા સમય, જીએસટીવી, એબીપીમાં પણ પોતાની ફરજ બજાવી છે. જેઓ 2019થી દેશના સૌથી મોટા મીડિયા હાઉસ Zee Media હાઉસની ગુજરાતી ન્યૂઝ ચેનલ Zee24 Kalakના એડિટર તરીકે પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યાં છે.  આ અગાઉ પણ દીક્ષિત સોની વર્ષ 2023માં પ્રતિષ્ઠિત આચાર્ય તુલસી એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે. તો વર્ષ 2021 અને 2022 એમ સળંગ બે વર્ષ માટે એમને ENBA દ્વારા વેસ્ટર્ન રિજન માટે એવોર્ડ મળી ચૂક્યો છે. વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા પણ દિક્ષિત સોનીનું સન્માન થયું છે.

કોને કોને મળશે સન્માન
ગુજરાત યુનિવર્સિટીના નોલેજ કોન્સર્ટિયમ ખાતે તા. 1 જૂનના રોજ યોજાઈ રહેલાં કાર્યક્રમમાં દીક્ષિત સોની ઉપરાંત વરિષ્ઠ પત્રકારો કૃષ્ણકાન્ત ઉનડકટ, મનોજ કારિયા, પરાગ દવે અને Rj પૂજા પણ " દેવર્ષિ નારદ પત્રકાર સન્માન"થી સન્માનિત થશે.

Devrishi Narad Patrkar Samman Dixit Soni




Latest News