મોરબીની વિશ્વકર્મા મંદિર વાળી શેરીમાં આવેલ જોખમી મકાન તોડી પાડવા રજૂઆત
SHARE







મોરબીની વિશ્વકર્મા મંદિર વાળી શેરીમાં આવેલ જોખમી મકાન તોડી પાડવા રજૂઆત
મોરબીના વોર્ડ નં-5 માં આવેલ નાની બજાર રોડ ઉપરની વિશ્વકર્મા મંદિર વાળી શેરીના લોકોએ મહાપાલિકામાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, ત્યાં ભૂકંપ સમયથી જર્જરિત થયેલ મકાન આજે પણ જોખમી રીતે ઊભું છે જે ક્ષતિગ્રસ્ત મકાનના માલિકો હાલમાં આફ્રિકા રહે છે જેથી ચોમાસામાં આ મકાન લોકો માટે જીવલેણ કે જોખમી સાબિત થયા તે પહેલા તેણે તોડી પાડવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે. અત્રે ઉલેખનીય છે કે, અગાઉ મોરબી મહાપાલિકાએ આ મકાનને બાકી વેરા માટેની નોટિસ પણ આપી હતી અને ભૂકંપ સમયથી ક્ષતિગ્રસ્ત મકાનની છત પણ થોડા સમય પહેલા તૂટી પડી હતી ત્યારે સદનસીબે મકાનમાં કોઈ હતું નહીં જેથી જાનહાનિ થયેલ ન હતી જો કે, ચોમાસામાં કોઈ ઘટના બને તે પહેલા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.
