હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમ સહિત ત્રણ મંદિરમાં ચોરી કરનાર ચાર શખ્સોની 2.91 લાખના મુદામાલ સાથે ધરપકડ મોરબી જીલ્લામાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના-મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાના કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું મોરબી જિલ્લા આહીર સેના હીરાભાઈ જોટવાના સમર્થનમાં આપશે આવેદનપત્ર મોરબીમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે આરોપીને એલસીબીની ટીમે દબોચ્યો મોરબી : દાતાશ્રી દ્વારા વવાણીયા કન્યા શાળા તથા તાલુકા શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ મોરબી જિલ્લામાં આર્મી-એરફોર્સ સહિત ફોર્સમાં જોડાવવા ઇચ્છુક યુવાનો માટે ૩૦ દિવસની નિવાસી તાલીમનું આયોજન મોરબી મનપાની ટિમ દ્વારા નંદકુંવરબા આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવ યોજાઇ મોરબીમાં આગામી ૪ જુલાઈના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચાચાવદરડા ગામે મજૂરીકામ કરતાં પરિવારની સગીર વયની દીકરીએ ઝેરી દવા પી લેતા મોત


SHARE















માળીયા (મી)ના ચાચાવદરડા ગામે મજૂરીકામ કરતાં પરિવારની સગીર વયની દીકરીએ ઝેરી દવા પી કર્યો આપઘાત

માળીયા મીયાણા તાલુકાના ચાચાવદરડા ગામની સીમમાં કારખાનાની ઓરડીમાં રહેતા પરિવારની  સગીર વયની દીકરીએ તેના માતા પિતા ને વહેલી સવારે ફોન ઉપર વાત કરીને કામ ઉપરથી ઘરે પાછા આવવા માટે કહ્યું હતું જો કે, માતા પિતાએ ઘરે આવવાની ના પાડી હતી જેથી લાગી આવતાં સગીરાએ પોતે પોતાની જાતે કારખાના પાછળના ભાગમાં આવેલ ખેતરમાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબી સિવિલે લાવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના ચાચાવદરડા ગામે ખ્રિશા પોલિમર્સ કારખાનાની ઓરડીમાં રહેતા કાળુભાઈ ચમરીયાભાઈ મચાર (55) વાળાની 16 વર્ષની દીકરી અનિતાબેન કાળુભાઈ મચાર એ કારખાને પાછળના ભાગમાં ખેતરમાં પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી જેથી આ બનાવની સગીરાના પિતા કાળુભાઈ મચાર દ્વારા માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક સગીરાએ તારીખ 30/5 ના રોજ વહેલી સવારે તેના માતા-પિતા સાથે ફોનમાં વાત કરી હતી અને પોતાના કામ પરથી ઘરે પાછા આવવા માટે માતા-પિતાને કહ્યું હતું ત્યારે માતા પિતાએ કામ પરથી ઘરે આવવાની ના પાડતા તે બાબતે લાગી આવ્યું હતું જેથી કરીને સગીરાએ ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું છે જે અંગેની માળિયા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News