મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીએ વ્યસન મુક્તિના લીધા શપથ


SHARE









મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીએ વ્યસન મુક્તિના લીધા શપથ

WHOની વિશ્વ તમાકુ નિષેધ દિવસ-2025ની થીમ “અપીલનો પર્દાફાશ: તમાકુ અને નિકોટિન ઉત્પાદનો પર ઉદ્યોગની યુક્તિઓનો પર્દાફાશ” અન્વયે મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની વિવિધ માધ્યમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાએ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત ખાતે તમામ અધિકારી અને કર્મચારીનો તમાકુના વ્યસનની જાગૃતિ અર્થે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટથી કેન્સર નિષ્ણાત ડોક્ટર દ્વારા પ્રેઝેન્ટેશન વડે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વર્કશોપના અંતે દરેક અધિકારી અને કર્મચારીઓએ વ્યસન મુક્તિનાં શપથ લીધા હતા.




Latest News