મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સિનિયર સિટીઝન ફાઉન્ડેશન દ્વારા સાયબર ક્રાઇમ માર્ગદર્શન સેમીનાર યોજાયો


SHARE









મોરબીમાં સિનિયર સિટીઝન ફાઉન્ડેશન દ્વારા સાયબર ક્રાઇમ માર્ગદર્શન સેમીનાર યોજાયો

મોરબી મહાવીર સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં સિનિયર સીટીઝન ફાઉન્ડેશનના પ્રમુખ ર્ડો. બી.કે.લહેરૂના અધ્યક્ષસ્થાને સાયબર ક્રાઇમ માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો ત્યારે સંસ્થામાં આવેલા નવા સભ્યોને આવકારવામાં આવ્યા હતા અને સદગત સદસ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ તકે જિલ્લા સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના  અમીતભાઈ બાબરિયા,  અંકિતાબેન બારોટ,  જયશ્રીબેન સંઘાણી હાજર રહ્યા હતા અને સિનિયર સીટીઝન સંસ્થાના સભ્યો તેમજ લોકોને વિવિધ પ્રકારના ક્રાઇમ સામે અવર્નેસ આવે તેના માટેનું માર્ગદર્શન આપ્યું હતું. ત્યાર બાદ આમંત્રિત મહેમાનોનું શિલ્ડ અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ ડૉ. બી.કે. લહેરુ,  અનિલભાઈ મહેતા, એન.એમ. ચડાસણિયા, મંત્રી મહેશ ભટ્ટ, પ્રોજેક્ટ ચેરમેન ડૉ. ભાવેશ જેતપરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. અને તેને સફળ બનાવવા માટે સંસ્થાના સભ્યો સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News