મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

હળવદ યાર્ડમાં જણસ વેંચીને ઘરે જતાં ખેડૂતને રસ્તામાં આંતરીને ઢગ સાધુ સહિતના બે શખ્સે કરી 1.27 લાખની લૂંટ


SHARE







હળવદ યાર્ડમાં જણસ વેંચીને ઘરે જતાં ખેડૂતને રસ્તામાં આંતરીને ઢગ સાધુ સહિતના બે શખ્સે કરી 1.27 લાખની લૂંટ

ધ્રાંગધ્રા તાલુકાનાં જીવા ગામનો ખેડૂત તેની જણસ હળવદ યાર્ડમાં વેચીને 1.12 લાખ રૂપિયા લઈને ઘરે જતો હતો ત્યારે રસ્તામાં કારમાં સાધુના વેસમાં આવેલ શખ્સ સહિતના બે શખ્સે તે ખેડૂતને મંદિરનો રસ્તો પૂછવાના બહાને રસ્તમાં રોકીને તેની પાસેથી રોકડા રૂપિયા 1.27 લાખનો મુદામાલ લૂંટી લીધેલ છે અને ખેડૂતને કારની સાથે ઢસડીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા ખેડૂતોને સારવારમાં ખસેડાયેલ છે અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરી છે.

ધ્રાંગધ્રા તાલુકાનાં જીવા ગામના રહેવાસી અરજણભાઈ રણછોડભાઈ નામના ખેડુત હળવદ માર્કેટ યાર્ડમાં પોતાના તલ વેચવા માટે આવ્યા હતા. અને તલનું વેચાણ કરીને આવેલ 1.12 લાખ રૂપિયા લઈને તેઓ બાઇકમાં પોતાના ઘર તરફ જતાં હતા ત્યારે હળવદના કોયબા રોડ ઉપર કારના ચાલકે તેઓના બાઇકને આંતરીને બાઇક ઉભું રખાવ્યું હતું. ત્યારે કારના ડ્રાઇવરે ખેડૂતને મંદિર વિષેની માહિતી પૂછી હતી અને કારમાં સાધુ ભેગા છે તેને ત્યાં જવું છે તેવું કહ્યું હતું જેથી અરજણભાઈએ તેઓને હનુમાન મંદિરનો રસ્તો બતાવ્યો હતો અને ત્યાર બાદ કારના ડ્રાઇવરે તેઓને કહ્યું હતું કે, આવા સાધુ ક્યાંય જોવા નહીં મળે પગે લાગી લો. જેથી અરજણભાઈ તેઓને કારમાં પગે લાગવા ગયા હતા ત્યારે ડ્રાઇવર અને બાપુએ તેઓને પકડી રાખીને તેની પાસે રહેલા 1.12 લાખ રૂપિયા અને તેઓના પાકિટમાં રહેલ 15 હજાર ઝૂંટવી લીધા હતા અને ત્યાર બાદ અરજણભાઈને કારની સાથે ઢસડીને લઈ ગયા હતા અને રસ્તામાં છોડીને કાર લઈને ભાગી ગયા હતા જેથી ઇજા પામેલા ખેડૂતને સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હાલમાં હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે.






Latest News