મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ફટાકડાના વેપારીઓને પાંચ વર્ષ માટે લાયસન્સ રીન્યુ કરી આપવાની માંગ


SHARE













મોરબીમાં ફટાકડાના વેપારીઓને પાંચ વર્ષ માટે લાયસન્સ રીન્યુ કરી આપવાની માંગ

મોરબીમાં ફટાકડાના વેપારીઓને માત્ર બે વર્ષ માટે ફટાકડાનું લાયસન્સ રીન્યુ કરી આપવામાં આવે છે તેના બદલે પાંચ વર્ષ માટે ફટાકડાનું લાયસન્સ રીન્યુ કરી આપવામાં આવે તેવી માંગ સાથે મોરબી ફટાકડા એસો.ના પ્રમુખની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

મોરબી ફટાકડા એસો.ના પ્રમુખ નિતિનભાઈ પોપટ, ઉપપ્રમુખ મનીષભાઈ વાઘડિયા તેમજ વિપુલભાઈ ટોળીયા, પરેશભાઈ હિરાણી સહિતના સભ્યો દ્વારા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં આશરે 50 થી 60 વેપારીઓ દ્વારા ફટાકડાનો નાના પાયે વેપાર કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં આવે છે અને ફટાકડાના વેપારીઓ માટે વખતો વખત ઘડેલા નિયમોને આધીન દર બે વર્ષ માટે ફટાકડાનું લાયસન્સ રીન્યુ કરવામાં આવે છે. એટ્લે કે મોરબીના વેપારીઓ સરકારના તમામ નિયમોનું અક્ષરશ પાલન કરે છે. અને ફટાકડાએ પેટ્રોલ કે ડીઝલની માફક આપોઆપ સળગી ઉઠે એવો જવલનશીલ પદાર્થ નથી. અને ખાસ કરીને ફટાકડાના લાયસન્સ હોલ્ડર વેપારીઓ ફાયર સેફટીના તમામ નિયમોનું સરકારની સુચના મુજબ પાલન કરે છે. અત્રે ઉલેખનીય છે કે, ફાયર વર્કસ (મેન્યુફેકચરીંગ+મેગેઝીન) અને ફાયર ક્રેકર ટ્રેડીંગ માટે અલગ અર્થઘટન હોવું જોઈએ પરંતુ અધિકારીઓને અર્થઘટન કરવામાં અસમંજસ થતી હોવાથી ફાયર ક્રેકર ટ્રેડીંગ વાળાઓ માટે અલગ અધિકાર/ પરિપત્ર આપવામાં આવે તેવી માંગ છે. અંતમાં મોરબીના વેપારીઓએ જણાવ્યુ હતું કે. અહીના કોઈ વેપારી ફટાકડા બનાવવા કે મેગેઝીન મેન્યુફેકચરીંગ કરતા નથી. જેથી હાલમાં સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર મોરબીના વેપારીઓને માત્ર બે વર્ષ માટે ફટાકડાનું લાયસન્સ રીન્યુ કરવામાં આવે છે તેને પાંચ વર્ષ માટે કરી આપવામાં આવે તેવી માંગ કરેલ છે.




Latest News